Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
પત્રકારોને ડરાવવા અને સત્યને દબાવવાનો પ્રયાસઃ મીડિયા
તેલઅવીવ તા. ર૬: ગાઝા હોસ્પિટલ પર હુમલો થતા પાંચ પત્રકારો સહિત ર૧ ના મોત થયા હતાં. તે હુમલા પછી ઈઝરાયેલે દુઃખ વ્યક્ત કર્યું હતું, અને માફી માગી, પરંતુ આખું વિશ્વ આથી ગુસ્સે થયું છે અને ચોમેર ટીકા થઈ રહી છે.
ગાઝાની નાસેર હોસ્પિટલ પર થયેલા ભયાનક હુમલાએ સમગ્ર વિશ્વને હચમચાવી નાખ્યું. આ હુમલામાં ઓછામાં ઓછા ર૧ લોકો માર્યા ગયા, જેમાં પાંચ પત્રકારો, ડોક્ટરો અને રાહત કાર્યકરોનો પણ સમાવેશ થાય છે. ઈઝરાયલી સેના દ્વારા કરવામાં આવેલા આ 'ડબલ' હુમલાએ દરેકના મનમાં ગભરાટ ફેલાવ્યો.
ઈઝરાયલ આ હુમલા પછી માફી માગી રહ્યું છે. ઈઝરાયલી વડાપ્રધાન કાર્યાલયે ખૂબ જ દુઃખ વ્યક્ત કર્યું છે. અમે પત્રકારો, તબીબી કર્મચારીઓ અને તમામ નાગરિકોના કાર્યને મહત્ત્વ આપીએ છીએ. ઈઝરાયલના આ નિવેદન છતાં આ હુમલાની આકરી ટીકા થઈ રહી છે.
અહેવાલો અનુસાર ઈઝરાયલી સેનાએ પહેલા હોસ્પિટલના ઉપરના માળે હુમલો કર્યો, જોડીવાર પછી, જ્યારે પત્રકારો અને રાહત કાર્યકરો ઘાયલોને મદદ કરવા માટે બહારની સીડી પર પહોંચ્યા, ત્યારે બીજો હુમલો થયો. આ હુમલામાં અલ જઝીરાના પત્રકાર મોહમ્મદ સલામા, રોઈટર્સના કેમેરામેન હુસમ અલ-મસરી અને ફીલાન્સ પત્રકાર મરિયમ અબુ દક્કા સહિત પાંચ પત્રકારોએ પોતાનો જીવ ગુમાવ્યો.
અલ જઝીરાના પત્રકાર તારેક અબુ અઝઝુમે દેઈર અલ-બલાહથી જણાવ્યું, આ હુમલાથી સમગ્ર વિસ્તારમાં અરાજક્તા અને ગભરાટ ફેલાયો છે.
આ હુમલાની ચારે બાજુ નિંદા થઈ રહી છે. સંયુક્ત રાષ્ટ્ર સાથે સંકળાયેલા ફ્રાન્સેસ્કા અલ્બેન્સે કહ્યું, 'ગાઝામાં દરેક ક્ષણે આવી દુર્ઘટનાઓ બની રહી છે, જે ઘણીવાર અદૃશ્ય રહે છે. હું દેશોને આ હત્યકાંડને રોકવા માટે તાત્કાલિક પગલાં લેવા વિનંતી કરૂ છું'
પેલેસ્ટિનિયન જર્નાલિસ્ટ્સ સિન્ડિકેટે તેને ફ્રી પ્રેસ વિરૂદ્ધ ખુલ્લુ યુદ્ધ ગણાવ્યું. તેમણે કહ્યું, 'આ હમલો પત્રકારોને ડરાવવા અને સત્યને દબાવવાનો પ્રયાસ છે.' અલ જઝીરાએ પણ આ હુમલાને 'સત્યને દફનાવવાનો સ્પષ્ટ ઈરાદો' ગણાવ્યો.
આ હુમલાના સમાચાર સાંભળીને અમેરિકન રાષ્ટ્રપતિ પણ ચોંકી ગયા. તેમણે કહ્યું, 'આ ક્યારે બન્યું. આ સારી વાત નથી, આ દુઃસ્વપ્નનો અંત લાવવો પડશે.'
ફ્રાન્સના રાષ્ટ્રપતિ એમેન્યુઅલ મેક્રોને તેને 'અસહ્ય' ગણાવ્યું. ઈક્તારના વિદેશ મંત્રાલય છે કહ્યું કે પત્રકારો અને આરોગ્ય કર્મચારીઓ પરના હુમલા રોકવા માટે તાત્કાલિક કડક આંતરરાષ્ટ્રીય કાર્યવાહી જરૂરી છે.'
ગાઝા સિવિલ ડિફેન્સ અનુસાર, ૬ ઓગસ્ટથી ગાઝા શહેરમાં ૧,૦૦૦ થી વધુ ઈમારતો નાશ પામી છે. સેંકડો લોકો કાટમાળ નીચે ફસાયેલા છે, અને સતત હુમલાઓ અને રસ્તા બંધ થવાને કારણે બચાવ કાર્ય અવરોધાય રહ્યું છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial