Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
અમેરિકામાં દિવાળી પહેલા જ ટેરિફના ધડાકા - ભડાકા જોવા મળ્યા. અમેરિકન પ્રેસિડેન્ટ ડોનાલ્ડ ટ્રમ્પે ચૂંટણીમાં આપેલા વચન પ્રમાણે ઇમિગ્રેશનના નિયમો કડક કર્યા અને તેનું કડકાઈથી પાલન પણ કર્યું. અને તેથી જ અમેરિકામાં પ્રવેશ કરવો ખૂબ જ મુશ્કેલ થયો.
પરંતુ એમ ગુજરાતીઓ થોડા રોકાય ? પરદેશમાં સ્થાયી થવા માટે ઘેલા થયેલા ગુજરાતીઓએ પશ્ચિમના બદલે પૂર્વમાં મોઢું ફેરવ્યું. અમેરિકા કેનેડાને બદલે આજકાલ ઓસ્ટ્રેલિયા ગુજરાતીઓનું હોટ ડેસ્ટિનેશન છે. ઓસ્ટ્રેલિયાના અલગ અલગ એરપોર્ટ ઉપર સતત ગુજરાતી પેસેન્જરોને ઉતરતા જોઈ શકાય છે.
ઓસ્ટ્રેલિયાના આવા જ એક એરપોર્ટ, એડિલેડમાં એક ગુજરાતી મેડમ રમીલાબેનનું આગમન થયું. રમીલાબેનની એક એક વાતમાં ગુજરાતીપણું છલકાતું હતું. તેના લગેજની બંને બેગો ફૂલીને ગોળમટોળ થઈ ગઈ હતી. અરે, તેના હેન્ડ બેગેજમાં પણ એક નાનું કુકર છુપાઈને બેઠેલું હતું.
રમીલાબેન ના લગેજમાં ખાખરા અને થેપલા તો હતા જ, પરંતુ સાથે સાથે મસાલાના પણ ૧૦-૧૨ પેકેટ પણ હતા, અલબત્ત મસાલાના પેકેટ પર લેબલ ચોંટાડેલા હતા *અર્જન્ટ દેશી દવાઓ*. જો કે આ બધું તો કસ્ટમમાથી ક્લિયરન્સ મેળવવા માટે જ હતું.
રસીલાબેનને ઓસ્ટ્રેલિયામાં એન્ટ્રી તો મળી. ઓસ્ટ્રેલિયા ગમ્યું પણ ખરું. પરંતુ ઓસ્ટ્રેલિયાની શાંતિ માફક ન આવી. એડીલેડ એકદમ સારું પરંતુ *અમદાવાદ એટલે અમદાવાદ.?* રમીલાબેનને ડગલે ને પગલે અમદાવાદની યાદ આવે. આટલી બધી શાંતિ સહન થાય જ કેવી રીતે?
અમદાવાદમાં તો જો ક્યારેક પડોશીના પ્રેસર કુકરની સીટી ના સંભળાય, અથવા તો પાડોશીના તોફાની બારકસ આપણા ઘરમાં આવીને કશી તોડફોડ ના કરે, તો તરત જ આપણને શંકા જાય કે *કુછ તો ગરબડ હૈ !* આપણે પાડોશીના ઘરે જઈને તેની પૂછપરછ કરવી જ પડે.
એક વખત રમીલાબેન લિફ્ટમાં દાખલ થયા અને ત્યાં એક અજનબીને તેણે કહ્યું *હેલ્લો.* જવાબમાં અજનબીએ ફક્ત એક સ્માઈલ આપ્યું. ન કોઈ ભાવ પૂછ્યો કે ન કોઈ આગળ પાછળની ઇન્કવાયરી કરી, આ તે કોઈ રીત છે ? અમારે ગુજરાતમાં તો બધા માયાળુ માનવી. આટલી વારમાં તો આગળ પાછળની સાત પેઢીની ઇન્કવાયરી કરી લે, અને પછી કહેશે કે, *ઠીક છે, વધુ હવે નિરાંતે મળશું ત્યારે વાત કરશું..!*.
રમીલાબેન એક વખત સુપર માર્કેટમાં પણ ગયેલા. ત્યાં પોતાની જોઈતી વસ્તુઓ ટ્રોલીમાં રાખી અને પછી કાઉન્ટર ઉપર પેમેન્ટ કરવા ગયા. ત્યાં બહાદુરીથી સેલ્ફ ચેક આઉટ કાઉન્ટર પસંદ કર્યું, ૧૫ મિનિટ સુધી મશીનની સામે કન્ફ્યુઝનમાં ઊભા રહ્યા, ખરીદેલી આઈટમ ના બારકોડ સ્કેન કરવાની બદલે સીધું જ ક્રેડિટ કાર્ડ સ્કેન કર્યું. કોઈ પેમેન્ટ થયું નહીં એટલે કંટાળીને સીધા કેશિયર પાસે ગયા રોકડેથી પેમેન્ટ કર્યું અને પછી બોલ્યા, *હવે તો કોઈ ટેકનોલોજી ન જોઈએ, પ્લીઝ..*
જો કે રમીલાબેન હવે અનુભવમાંથી ઘણું બધું શીખ્યા છે. શક્ય હોય તો કોઈની સાથે જ બહાર નીકળે. જો એકલા ક્યાંય જવું પડે તો પબ્લિક ટ્રાન્સપોર્ટ ની બસમાં જ જાય, અને બસમાં ડ્રાઇવરની સાઈડથી જ અંદર જાય અને ડ્રાઇવરની સલાહ પ્રમાણે કાર્ડ સ્કેન કરે અને મુસાફરી કરે. હવે તો અજનબીને મળે ત્યારે પણ હાઈ, હલ્લો કરે, સ્માઈલ આપે પરંતુ *ચાઈ*ની કોઈ અપેક્ષા રાખે નહીં..
જોકે આ બધું છતાં પણ હજુ તે ઘણી વખત કોઈને આગ્રહ કરે છે કે, *ફક્ત એક વખત ઘરે આવો, અને જુઓ કે હું કેવી સરસ આદુ વાળી ચા બનાવવું છું..* જોકે હજુ સુધી તો કોઈ તેમનું આમંત્રણ સ્વીકારીને ઘરે ચા પીવા આવ્યો નથી...
ઠીક છે જેવા ઓસ્ટ્રેલિયા વારાના નસીબ..!
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial