Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
ભગવાન શ્રી રામચંદ્રજી સીતા માતાજીને લંકામાંથી પરત લાવવા માટે શ્રી લક્ષ્મણજી અને વાનર સૈન્ય સહિત દક્ષિણના સમુદ્ર કિનારે પહોંચ્યા ત્યારે વહેલી સવારે તેમને તૃષા લાગી. તેમને પીવા માટે જળની માંગણી કરી ત્યારે તરત જ જળ ભરેલું પાત્ર હાજર કરવામાં આવ્યું.
જ્યારે તેઓ જળ પીવા જતાં હતાં ત્યાં જ તેમને શિવજીનું સ્મરણ થઈ આવ્યું. શિવજીના દર્શન, પૂજન-અર્ચન વિના કંઈ પણ મોઢામાં ન મૂકવું તેવો તેમનો નિયમ હતો.
પાણી પીવાનું રહેવા દઈ અને શિવજીની પૂજા કર્યા બાદ જ જળ પીવાનું સૌને જણાવી ત્યાંજ પાર્થીવ લિંગ બનાવી તેમની પૂજા-અર્ચના અને ઉત્તમ પ્રાર્થના કરવા માંડી કે, હે પ્રભુ, આ સાગરનો જળ અધાગ છે. મારે જેની સાથે યુદ્ધ કરવાનું છે તે રાક્ષસ મહાશક્તિશાળી છે. મારી પાસે ચંચળ વાનરોનું સૈન્ય છે માટે મને તમારી સહાયતાની ખાસ જરૂરત છે.
ત્યાર પછી, ખૂબ જ ઊંચા સાદે શિવજીની સ્તુતિ કરી. આ સમય સમગ્ર પરિવાર સહિત શિવજી પ્રગટ થયા અને તમારૂ પરમ કલ્યાણ થાય. ભગવાન શ્રી રામચંદ્રજીએ સકલ ઉપચાર યુક્ત ભગવાન શ્રી શંકરની પૂજા કરી. વિવિધ પ્રકારની સ્તુતિ કરી, હર્ષપૂર્વક શિવજીને પ્રણામ કરી રાવણ જેવા શત્રુ સામે જય થાય તે માટે પ્રાર્થના પણ કરી.
શિવજી રામચંદ્રજીની સ્તુતિથી સંતુષ્ટ થયા અને તેમના જય માટે આશીર્વાદ અને પીવા માટે જળ આપ્યું. રામચંદ્રજીએ તે જળ પી અને તૃષાને શાંત કરી અને ફરી ઉત્તમ પ્રાર્થના કરી કે, હે શિવજી, આપ આ મૃત્યુલોકના જીવોના કલ્યાણ માટે અહીં કાયમ માટે બિરાજમાન રહો.....!
લોકો તમારા દર્શન કરી પાવન થાય. તમારા ભક્તો અહીં આવે અને ઉત્તમ પાર્થના કરે.તેમનું કલ્યાણ કરી અને તેમના મનની ઈચ્છા પૂર્ણ થાય તેવી કૃપા તમે કરતા રહો. તેવી મારી પ્રાર્થના છે.
ભગવાન રામચંદ્રજીની પ્રાર્થના સાંભળીને શિવજી અત્યંત પ્રસન્ન થયા. ત્યાં જ તેમણે લિંગરૂપ ધારણ કર્યું. અને જગતમાં તે સ્થળ "શ્રી રામેશ્વર" એ નામે પ્રસિદ્ધ થયું.
દ્વાદશ જ્યોર્તિલિંગમાં સ્થાન પામેલા એવા શ્રી રામેશ્વર તીર્થના સ્મરણ માત્રથી પણ પાપ બળે છે તેવું શાસ્ત્રોમાં વિધાન છે.
- દેવેન કનકચંદ્ર વ્યાસ (અંજાર, કચ્છ)
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial