Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
જનસમસ્યાઓના સકારાત્મક નિરાકરણના પ્લેટફોર્મ સમી
ખંભાળિયા તા. ૧૭: સાંસદ પૂનમબેન માડમની અધ્યક્ષતામાં દેવભૂમિ દ્વારકા જિલ્લાની ડિસ્ટ્રિક્ટ ડેવલપમેન્ટ કોઓર્ડીનેશન એન્ડ મોનીટરીંગ કમિટી (દિશા) બેઠક યોજાઇ હતી. જેમાં તેઓએ કેન્દ્ર તથા રાજ્ય સરકારની વિવિધ જન કલ્યાણકારી યોજનાઓની સમીક્ષા કરી જનહિત પ્રશ્નોનું ત્વરિત નિરાકરણ લાવવા અધિકારીઓને માર્ગદર્શક સૂચનો કર્યા હતાં.
દેવભૂમિ દ્વારકા જિલ્લા સેવા સદનમાં સાંસદ પૂનમબેન માડમની અધ્યક્ષતામાં ડિસ્ટ્રિક્ટ ડેવલપમેન્ટ કોઓર્ડીનેશન એન્ડ મોનીટરીંગ કમિટી (દિશા)ની બેઠક યોજાઇ હતી. આ બેઠકમાં સંલગ્ન તમામ વિભાગના અધિકારીઓ સાથે સાંસદે કેન્દ્ર તથા રાજ્ય સરકાર દ્વારા અમલમાં મૂકવામાં આવેલ વિવિધ કલ્યાણકારી યોજનાઓની વિસ્તૃત સમીક્ષા કરી દેવભૂમિ દ્વારકા જિલ્લાના તમામ વિભાગોની કામગીરી અને સરકારની યોજનાઓને છેવાડાના માનવી સુધી પહોંચાડવા માટે અધિકારીઓને માર્ગદર્શક સૂચનો કર્યા હતા.
સાંસદે રાષ્ટ્રીય કૃષિ વિકાસ યોજના, પરંપરાગત કૃષિ વિકાસ યોજના, ઈ-રાષ્ટ્રીય કૃષિ બજારો, પ્રધાનમંત્રી કૃષિ સિંચાઈ યોજના, પ્રધાનમંત્રી રોજગારી સર્જન કાર્યક્રમ, મહાત્મા ગાંધી નેશનલ રૂરલ એમ્પ્લોયમેન્ટ ગેરંટી એક્ટ, દીન દયાલ અંત્યોદય યોજના, પ્રધાનમંત્રી આવાસ યોજના, સ્વચ્છ ભારત મિશન (ગ્રામીણ), પ્રધાનમંત્રી કૃષિ સિંચાઈ યોજના ઈન્ટીગ્રેટેડ વોટરશેડ મેનેજમેન્ટ પ્રોગ્રામ, પ્રધાન મંત્રીશ્રી ગ્રામ સડક યોજના, નેશનલ સોશ્યલ આસિસ્ટન્ટ પ્રોગ્રામ, મીડ ડે મિલ સ્કીમ, નેશનલ હેરીટેજ સિટી ડેવલોપમેન્ટ એન્ડ ઓગમેન્ટેશન યોજના, અટલ મિશન ફોર રીજુવીનેસન એન્ડ-અર્બન ટ્રાન્સફોર્મેશન, નેશનલ રૂરલ ડ્રીન્કિંગ વોટર પ્રોગ્રામ, ડીજીટલ ઈન્ડીયા લેન્ડ રેકોર્ડસ મોર્ડનાઈઝેશન પ્રોગ્રામ, દીન દયાલ ઉપાધ્યાય ગ્રામ જ્યોતિ યોજના, સંકલિત ઉર્જા વિકાસ યોજના, નેશનલ હેલ્થ મિશન, સર્વ શિક્ષા અભિયાન, બેટી બચાવો-બેટી પઢાવો, ઈન્ટીગ્રેટેડ ચાઈલ્ડ ડેવલોપમેન્ટ સ્કીમ, પ્રધાનમંત્રી ઉજ્જવલા યોજના એલ.પી.જી.કનેક્શન ટુ બી.પી.એલ. ફેમિલીઝ, રાષ્ટ્રીય ખાદ્યાન્ન સુરક્ષા અધિનિયમનો અમલ, પ્રધાનમંત્રી કૌશલ વિકાસ યોજના, ડિઝીટલ ઈન્ડીયા પબ્લિક ઈન્ટરનેટ એક્સેશ પ્રોગ્રામ પ્રોવાઈડીંગ કોમન સર્વિસ સેન્ટર વન ઈચ ગ્રામ પંચાયત, ઈન્ફ્રાસ્ટ્રક્ચર રીલેટેડ પ્રોગ્રામ લાઈક ટેલીકોમ, રેલવેસ, હાઈવેસ, વોટરવેસ, માઈન્સ વગેરે(રાજકોટ રેલ્વે, ભાવનગર રેલ્વે, બી.એસ.એન.એલ.નેશનલ હાઈવે), પ્રધાનમંત્રી ખનીજ ક્ષેત્ર કલ્યાણ યોજના, આરોગ્ય ક્ષેત્રે થયેલ કામો, સમાજ કલ્યાણ વિભાગની યોજનાઓ, વીજળી, વાસ્મો, જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી સહિતની યોજનાઓમાં હાલ કેટલા કામો પૂર્ણ થયા છે તથા હાલ કેટલા કામ પ્રગતિ હેઠળના તેમજ આયોજન કરેલ કામોની સમીક્ષા કરી જરૂરી સૂચન તેમજ માર્ગદર્શન પૂરૂ પાડ્યં હતું. તથા બેઠકમાં લેવાયેલ નિર્ણયોની ચુસ્ત અમલવારી થાય તેમજ સમયાંતરે અધિકારીશ્રીઓ દ્વારા પડતર પ્રશ્નોનું ફોલો-અપ લેવાય તે માટે સાંસદે સૂચન કર્યુ હતું.
આ તકે સાંસદે જિલ્લાના વિકાસ માટેના પ્રશ્નો વિશે આ બેઠકમાં ફળદાયી ચર્ચા-વિમર્શ કરી તાલુકા-જિલ્લા સ્તરે સંકલન સાધીને ત્વરિત નિરાકરણ લાવીને જિલ્લાને વિકાસના પથ પર અગ્રેસર રહેવા આપણે સૌએ સહિયારા પ્રયાસો કરવા જોઈએ તેમ જણાવ્યું હતું. ઉપરાંત, આગામી તા.૧૭ સપ્ટેમ્બરથી તા.૦૨ ઓકટોબર સુધી સ્વચ્છતા હી સેવા અભિયાનમાં જનસમુદાયની ભાગીદારી સુનિશ્ચિત કરી મહાત્મા ગાંધીજીના સ્વચ્છ ભારતના સ્વપ્નને સાકાર કરવામાં યોગદાન આપીએ. તેમજ સાંસદે જન પ્રતિનિધિઓ દ્વારા લોકોની વિવિધ માંગણીઓને લઈને જે રજૂઆતો કરવામાં આવે છે તેનું હકારાત્મક નિરાકરણ લાવવા અધિકારીઓને જરૂરી સૂચનો કર્યા હતા.
બેઠકમાં સાંસદે નેશનલ હાઇવે, ગ્રામ્ય વિસ્તારના રસ્તાઓ, જિલ્લામાં શિક્ષકોની ઘટ અંગે, વીજ પુરવઠો નિયમિત કરવા, ટ્રેનના સ્ટોપેજ અંગેની લોકોની રજૂઆતો,રોડ-રસ્તાઓ સહિત વિવિધ મુદાઓ પર વિસ્તૃત ચર્ચા કરી લોક પ્રશ્નોનું તાત્કાલિક નિરાકરણ લાવવા માટે સંબધિત વિભાગોને કહૃાું હતું.
આ બેઠકમાં ધારાસભ્ય પબુભા માણેક, કલેકટર રાજેશ તન્ના, જિલ્લા વિકાસ અધિકારી એ.બી.પાંડોર, નિવાસી અધિક કલેકટર ભૂપેશ જોટાણીયા, જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી નિયામક એચ.પી.જોશી, જિલ્લા પંચાયતના સદસ્યો, તાલુકા પંચાયતના પ્રમુખો સહિતના આગેવાનો તથા ડીસ્ટ્રીક્ટ ડેવલોપમેન્ટ કો-ઓર્ડીનેશન અને મોનીટરીંગ કમિટીના સભ્યો તેમજ પદાધિકારીઓ અને અધિકારીઓ ઉપસ્થિત રહૃાા હતા.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial