Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
એક સ્ત્રીને મળતો પહેલો અવાજ એ હોય છે તેની જાતિની ઓળખનો, તેનું અસ્તિત્વ ઓળખાવવાનો. અને એ અસ્તિત્વનો આધાર છે આત્મસન્માન. જ્યારે કોઈ સ્ત્રીના સન્માનને તક્ષણમાં લેવામાં આવે, એની અવહેલના થાય કે એને અપમાન સાથે જોઈને અવાજ દબાવવામાં આવે ત્યારે એ ફક્ત એક વ્યક્તિ નહિ, પરંતુ સમગ્ર સમાજના નૈતિક આધારસ્તંભો પર હલ્લો ગણાય છે.
આજની કાળખંડમાં, જ્યારે સ્ત્રીઓ ઘરના ચોકથી બહાર નીકળી પોતાનું અસ્તિત્વ, પોતાનું ઓળખાણ સ્થાપિત કરી રહી છે ત્યારે માર્ગે ચાલતી વખતે, કોલેજના વર્તુળમાં કે કાર્યસ્થળ પર તેમને મળતું સન્માન માત્ર સામાજિક ફરજ નથી, પણ કાયદેસર જવાબદારી છે. એક મહત્ત્વપૂર્ણ જવાબદારી જે સરકાર, સંસ્થા, કુટુંબ અને દરેક નાગરિક પર સમાનપણે વહાલે છે.
સ્ત્રી સામે જાહેર સ્થળે થતી હેરાનગતી 'ઈવ ટીઝિંગ'
એ શું છે?
ઇવ ટીઝિંગ એટલે જાહેર સ્થળે સ્ત્રી સાથે ઉશ્કેરણીજનક ટિપ્પણીઓ કરવી, અવાંછિત રીતે સ્પર્શ કરવાનો પ્રયાસ કરવો, પીછો કરવો, કુદરતી રીતે ધ્યાને લાવવાનો પ્રયત્ન કરવો કે તેણીને અસુરક્ષા અનુભવે તેવું કોઈ પણ કૃત્ય/ વર્તન કરવું.
આવું વર્તન ભારતીય કાયદાની નજરે હેરાનગતિ (સેક્સયુઅલ હેરેઝમેન્ટ) તરીકે ઓળખાય છે અને હવે, નવી ભારતીય ન્યાય સંહિતા, ૨૦૨૩ હેઠળ તેને કલમ ૬૨(૧) મુજબ દંડનીય ગુનાહિત કૃત્ય તરીકે માનવામાં આવે છે.
આ કલમ મુજબ જો કોઇ વ્યક્તિ જાણીને કે તેની ક્રિયા સામેના વ્યક્તિને અવગણના, અપમાન કે ડર લાગે છે, તેમ છતાં પણ એ વર્તન કરે છે તો તેને એક વર્ષ સુધીની કેદ અથવા દંડ અથવા બંને થઇ શકે છે. જો આ પ્રકારની હેરાનગતિ અને શારીરિક કે માનસિક ત્રાસ નાબાલિક બાળકી કે કુમાર વયની સ્ત્રીઓ સામે થાય, તો કાયદો તેને વધુ ગંભીર ગુનાની રીતે જોઈને કડક સજા અને કાનૂની કાર્યવાહી માટે ખાસ જોગવાઈ આપે છે.
નાબાલિગ પુત્રી માટે વધુ સખત કાયદા પોક્સો અધિનિયમ
જો કિશોરી એટલે કે અઢાર વર્ષથી ઓછી વયની સ્ત્રી સાથે યૌન હેરાનગતી, સ્પર્શ, ટિપ્પણી કે અશ્લીલ સંદેશાવ્યવહાર થાય છે, તો તેને (પ્રોટેક્શન ઓફ ચિલ્ડ્રન ફ્રોમ સેક્સયુઅલ ઓફેન્સીસ એક્ટ, ૨૦૧૨ (પોક્સો અધિનિયમ) હેઠળ કડક રીતે લેવામાં આવે છે.
પોક્સો અધિનિયમ અંતર્ગત
(૧) કોઇપણ પ્રકારનો યૌન સ્પર્શ, અજાણ્યા વ્યક્તિની રીતે પીછો કરવો, અશ્લીલ રીતે જોવું, સામાજિક માધ્યમો પરથી ભય પેદા કરવો વગેરે માટે ઘાતક અને લંબિત કેદની જોગવાઈ છે.
(૨) આ અધિનિયમ અંતર્ગત તમામ ગુનાઓ જામીન અયોગ્ય છે અને પોલીસને ફરજિયાત રીતે કેસ દાખલ કરીને તપાસ શરૂ કરવી પડે છે.
કાર્યસ્થળે મહિલાઓ
માટે ખાસ કાયદો
૨૦૧૩નો અધિનિયમ
મહિલાઓ માટે કાર્યસ્થળે યૌન હેરાનગતી સામે સંરક્ષણ આપવા માટે ભારત સરકારે વર્ષ ૨૦૧૩માં કાર્યસ્થળે મહિલાઓ સામે યૌન હેરાનગતીથી રક્ષણ, પ્રતિબંધ અને નિવારણ માટેનો અધિનિયમ, ૨૦૧૩ અમલમાં મૂક્યો છે. આ કાયદાનું મુખ્ય ઉદ્દેશ એ છે કે દરેક મહિલાને કામકાજના સ્થળે આત્મસન્માનભેર, ભયમુક્ત અને સમાન અધિકારવાળું વાતાવરણ મળી રહે.
આ અધિનિયમ હેઠળ કાયદેસર ફરજિયાત છે કેઃ
(૧) જ્યાં દસ થી વધારે કર્મચારીઓ હોય તેવા દરેક સરકારી કે ખાનગી કાર્યસ્થળે આંતરિક પરામર્શ સમિતિ (આઈસીસી)ની રચના કરવી જરૂરી છે.
(૨) આ સમિતિમાં બહોળું સ્ત્રી પ્રતિનિધિત્વ હોવું આવશ્યક છે અને તેમાં એક બહિર્મુખ સભ્ય હોવો ફરજિયાત છે જેમણે મહિલાઓના હક્કો અંગે કાર્ય કર્યું હોય અથવા સામાજિક કાર્યકર તરીકે ઓળખાતા હોય.
(૩) મહિલા કર્મચારી કોઈપણ પ્રકારના યૌન સંકેતો, સ્પર્શ, અભદ્ર ટિપ્પણીઓ, દૃશ્ય-શબ્દ કે વર્તન જે સ્ત્રીની વ્યક્તિગત ગૌરવને નુકસાન કરે તેના વિરૂદ્ધ લેખિત ફરિયાદ કરી શકે છે.
(૪) ફરિયાદ મળ્યા બાદ આંતરિક સમિતિ કાયદેસર પ્રક્રિયા મુજબ તપાસ કરે છે. ફરિયાદ સાચી ઠરે તો પ્રતિબંધિત કર્મચારી સામે પગલાં લેવામાં આવે છે જેમ કે નોકરીમાંથી નિકાલ, પગાર કાપ, સ્થાનાંતર અથવા સંબંધિત કાયદા હેઠળ પોલીસ ફરિયાદ નોંધાવવી.
આ કાયદા અંતર્ગત એક અત્યંત મહત્ત્વની જોગવાઈ એ છે કે મહિલાની ઓળખની રહસ્યતાને કાયદેસર સુરક્ષા આપવામાં આવે છે. જે કોઈ મહિલા ફરિયાદ કરે છે, તેનું નામ, ઓળખ, તેમજ ફરિયાદ સાથે સંકળાયેલી કોઈપણ વિગતો જાહેર કરવી કે ચરચામાં લાવવી ગુનાહિત કૃત્ય ગણાય છે. આથી, મહિલા ફરિયાદી ુરૈજંઙ્મીહ્વર્ઙ્મુીિ તરીકે આગળ આવે ત્યારે તેની સામાજિક સુરક્ષાને સંપૂર્ણ કાનૂની પાયો મળે છે.
આ સાથે મહિલાઓએ પણ પોતાનાં માનસિક અને શારીરિક સન્માન અંગે સજાગ રહેવું જોઈએ, અને કોઈપણ અસહનીય કે લાંચક વર્તન સામે અવાજ ઊભો કરવા માટે કાનૂની હકનો ઉપયોગ કરવો જોઈએ.
કાર્યસ્થળ કોઈનું પણ હોઈ કચેરી, હોસ્પિટલ, શાળા, ફેક્ટરી કે અન્ય કોઈ પણ સ્થાન એ સ્થાને મહિલાઓ સુરક્ષિત અનુભવ કરે એ રાજ્યની જવાબદારી છે અને સમાજની સંવેદના છે.
સ્ત્રીઓએ પોતાનું સન્માન કેવી રીતે જાળવવું?
કાયદા માત્ર પુસ્તકમાં નહિ, જીવનમાં જીવવા માટે હોય છે. જો કોઇ મહિલાને હેરાનગતિ થાય છે, તો તેને સમજાવી લેવાની નથી અવાજ ઊભો કરવાનો છે.
(૧) યુવતીઓએ શાળા, કોલેજ કે ઓફિસમાં યૌન હેરાનગતી જોવી કે અનુભવી હોય, તો તરત વિશ્વાસપાત્ર વ્યક્તિને કહો અને લખિત ફરિયાદ કરો.
(૨) પિતાઓ અને ભાઈઓએ પણ દીકરી કે બહેનને પાંજરામાં રાખવાનું નહિ, પણ તેમને વિશ્વાસ આપવો જોઈએ કે તું ભૂલ નહી, તું હક્ક પર ઊભી છે.
(૩) દરેક મહિલા પોતાના કાર્યસ્થળ પર આઈસીસી છે કે નહિ તે જાણે, તેનું ઇમેલ લખો, ફોન નંખો, જાણકારી રાખો.
(૪) કોમ્યુનિટી અને પરિવારોમાં મહિલાના અવાજને નયનથી નહિ, મર્યાદાથી સાંભળો.
સ્ત્રીનું શસ્ત્ર એ એના શબ્દો છે. એના અવાજથી મોટી કોઈ ઢાલ નથી. હવે સમય છે કે મહિલાઓ દબાવી ન રહે કારણ કે કાયદા હવે ઢીલાપણું નહિ, ઋજુકતા તરફ છે.
અમે નફરત અને હેરાનગતીનો સામનો સમાજ તરીકે તટસ્થ રહી કરી શકતા નથી. દરેક પુરૂષે પણ આ લડતમાં સાથી બનવું પડશે કારણ કે મહિલા પર થતો ત્રાસ એક વ્યક્તિગત દુશ્મનાઈ નહિ, પણ માનવતાની હાર છે.
ધ્વનિ લાખાણી, એડવોકેટ, ગુજ. હાઈકોર્ટ
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial