Advertisement
Author: નોબત સમાચાર

જામનગરના મચ્છર નગરમાં બનશે મહારાણા પ્રતાપ લાયબ્રેરી

ધારાસભ્યના હસ્તે થયુ ખાતમુહૂર્ત

                                                                                                                                                                                                      

જામનગર તા. ૨૧: જામનગરના ઉત્તર વિધાનસભા વિસ્તારના ધારાસભ્ય રિવાબા જાડેજાએ પોતાના મત વિસ્તારના વિદ્યાર્થીઓ માટે ખાસ ચિંતિન કરીને પરીક્ષાલક્ષી અભ્યાસ માટે વિદ્યાર્થીઓને વાચનનું સ્થળ મળી રહે, તેવા ઉદ્દેશ્યથી વોર્ડ નંબર -૨ માં ગંગેશ્વર મહાદેવ ના મંદિર નજીક આવેલા કોમન પ્લોટ માં એ.સી. સહિતની તમામ સુવિધાઓથી સુસજ્જ   એવા મહારાણા પ્રતાપ પુસ્તકાલય બનાવવા માટેની યોજના ઘડી કાઢી હતી, અને તેના અનુસંધાને ધારાસભ્યની ૧૦૦ ટકા ગ્રાન્ટ માંથી રૂપિયા ૩૦ લાખના ખર્ચે નવા પુસ્તકાલયનું નિર્માણ કરવા માટેની પ્રક્રિયાઓ હાથ ધરાઈ છે.

જામનગર ઉત્તર વિધાનસભા વિસ્તારના કોમ્પિટિટિવ પરીક્ષા (સરકારી)ની તૈયારી કરતા વિધાર્થીઓ અને નાગરિકોને પોલીસ ભરતી સહિતની ઉચ્ચ અભ્યાસક્રમના પુસ્તકો વગેરેના વાચન માટે પુસ્તકો સહિતની સુવિધા સભર યોગ્ય સ્થળ મળી રહે, તેવા ઉમદા હેતુ થી ધારાસભ્ય રિવાબા જાડેજાની વર્ષ ૨૦૨૩-૨૪ ની માર્ગ અને મકાન વિભાગ ની સ્પેશિયલ ૧૦૦ ટકા ગ્રાન્ટ માંથી આશરે રૂપિયા ૩૦ લાખના ખર્ચે અત્યાધુનિક સુવિધાઓથી સજજ તેમજ એર કન્ડિશનની સુવિધા સહિતના મહારાણા પ્રતાપ પુસ્તકાલયનું નિર્માણ કરવામાં આવી રહૃાું છે. જેનું ખાતમુહૂર્ત મંગળવાર તારીખ ૧૨.૮.૨૦૨૫ ના સાંજે પાંચ કલાકે વોર્ડ નંબર બે માં મચ્છર નગર વિસ્તારમાં ગંગેશ્વર મહાદેવના મંદિર નજીક આવેલા કોમન પ્લોટમાં રાખવામાં આવ્યું હતું.

જે ખાતમુહૂર્ત ના પ્રસંગમાં ઉત્તર વિધાનસભા વિસ્તાર ના ધારાસભ્ય રિવાબા જાડેજા ની સાથે નગરના ડેપ્યુટી મેયર ક્રિષ્નાબેન સોઢા, શાસક જૂથના નેતા આશિષભાઈ જોશી, સ્થાનિક કોર્પોરેટર જયેન્દ્રસિંહ ઝાલા (હકાભાઇ), જયરાજસિંહ જાડેજા, ડિમ્પલબેન રાવલ, કૃપાબેન ભારાઈ, કિશનભાઈ, સુભાષભાઈ જોશી, પરાગભાઈ પટેલ, અલ્કાબા જાડેજા, જસુબા ઝાલા, પ્રભાબેન ગોરેચા, નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના ચેરમેન પરસોત્તમભાઈ કકનાણી, નગર ના પૂર્વ મેયર કનકસિંહ જાડેજા, શહેર ભાજપના વોર્ડ પ્રમુખ- મહામંત્રીઓ તથા રાજપૂત સમાજના અગ્રણીઓ અને સ્થાનિક વોર્ડના આગેવાનો ઉપસ્થિત રહૃાા હતા. જે સર્વેની ઉપસ્થિતિમાં શાસ્ત્રોક્ત વિધિની સાથે નવા પુસ્તકાલયનું ખાત મુહૂર્ત કરવામાં આવ્યું હતું.

જે સર્વેનું ધારાસભ્ય રિવાબા જાડેજા દ્વારા અભિવાદન કરાયું હતું.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh