Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
આગામી તા. ૨૨/૯ થી તા. ૨/૧૦ દરમ્યાન
નવી દિલ્હી તા.૬: દેશનાં તમામ ઍરપોર્ટ પર સુરક્ષા વધારી દેવામાં આવી છે. કેન્દ્રીય ગુપ્ત એન્જસીઓએ આતંકવાદી હુમલાઓને લઈને આ એલર્ટ જારી કર્યું છે. આ એલર્ટ ૨૨ સપ્ટેમ્બરથી લઈને ૨ ઓક્ટોબર સુધી રહેશે. સિવિક એવિએશન મીનીસ્ટ્રીની સિક્યુરીટી વિગ દ્વારા ચોથી ઓગસ્ટે જ આ સૂચના જારી કરવામાં આવી હતી. જેમાં તમામ એરપોર્ટ, એરસ્ટ્રિપ, હેલીપેડ. ફલાઈંગ સ્કૂલ અને ટ્રેનીંગ સંસ્થાઓમાં સુરક્ષા વધારવાનો આદેશ આપવામાં આવ્યો છે.
આ સૂચનામાં જણાવાયું છે કે, કેન્દ્રીય સુરક્ષા એજન્સી પાસેથી મળેલી માહિતીનુસાર આતંકવાદી અથવા અસામાજિક તત્ત્વો દ્વારા સંભવિત ખતરાની આશંકા છે. આ સ્થિતિમાં કોઈપણ અનિચ્છનીય ઘટના ન બને તે માટે તમામ સ્થળોએ હાઈ લેવલ તકેદારી અને સર્વેલન્સ રાખવું હિતાવહ છેઃ એરપોર્ટ ટર્મિનલ, પાર્કિગ સ્પેસ, પેરીમીટર ઝોન ઉપરાંતના તમામ સંવેદનશીલ એરિયામાં સતત પેટ્રોલિગ અને સર્વેલન્સની પણ સૂચના આપી દેવામાં આવી છે. તમામ સીસીટીવી સીસ્ટમને નોન-સ્ટોપ એક્ટિવ મોડમાં રાખવામાં આવશ તમામ કર્મચારીઓ, ઠેકેદારો અને મુલાકાતીઓની ઓળખની કડક તપાસ કરવામાં આવશે. સ્થાનિક અને આંતરરાષ્ટ્રીય માલસામાન અને ટપાલને ક્લીઅર કરતા પહેલાં વિશેષ તપાસ પણ હવે ફરજીયાત થવાની છે.
આ સૂચના સ્થાનિક અને આંતરરાષ્ટ્રીય તમામ પ્રકારના એરક્રાફટ ઓપરેટરને લાગુ પડે છે. કમર્શિયલ એરક્રાફટમાં પણ લોડિગ કરતા પહેલાં તમામ માલસામાન અને ટપાલની કડક તપાસ કરવાની રહેશે. મેલ પાર્સલ માટે સ્ક્રિનિગનાં તમામ જરૂરી પગલાં તમામ સ્ટેશનો પર સ્થાનિક અને આંતરરાષ્ટ્રીય શિપમેન્ટ બંનેને લાગુ પડે છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial