Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
ધર્મગુરૂ શહેરાવાળા સાંઈના સાનિધ્યમાં જામનગરમાં
જામનગર તા. ૨૧: ધર્મગુરૂ શહેરાવાળા સાંઈના સાનિધ્યમાં યોજાયેલ સમાગમમાં જામનગર સિંધી સમાજ ઇષ્ટદેવની આરાધના માટે જલ-જ્યોતિની સાધનાના સંકલ્પમાં જોડાયા હતાં.
જામનગર સિંધી સમાજમાં ગત તારીખ ૮ ઓગસ્ટના હાલમાં ચાલી રહેલ ઇષ્ટદેવ ભગવાન ઝૂલેલાલજીના પવિત્ર ચાલિહા સાહેબ મહોત્સવ અંતર્ગત સિંધી સમાજના ધર્મગુરૂ ઇષ્ટદેવ ભગવાન શ્રી ઝુલેલાલજીના પરમ ઉપાસક પરમ પૂજનીય સંત શ્રી શહેરાવાળા સાંઈજીના સાનિધ્યમાં શહેંશાહી મેલા કાર્યક્રમનું આયોજન સંત કંવરરામ મંદિર પૂજ ચાલિહા સાહેબ સેવા સમિતિ જામનગર અને એસ.એસ.ડબલ્યુ સાંઈ પરિવાર જામનગર દ્વારા આયોજન કરવામાં આવ્યું હતું.
જેમાં સાંજે ધર્મગુરૂ પરમ પૂજનીય સંત શ્રી શહેરાવાળા સાંઈજી જામનગરમાં પધાર્યા હતા જે શહેરના જુદા જુદા ઝુલેલાલજીના સ્થાનો ધરાવતા મંદિરોમાં પૂજ ચાલિહા સાહેબ નિમિતે ન નિતનેમમાં જોડાયા હતા પછી ડીજેના તાલે નાનકપુરીથી સિંધી સમાજ એકત્ર થઈ શોભાયાત્રા કાઢવામાં આવી હતી જે પછી શ્રી વેજુમાં સ્મૃતિ હોલ હાલારી ભાનુશાળી વાડીમાં સિંધી સમાજના રૂઢિ રિવાજ પરંપરાગત પૂજ ભહેરાણા સાહેબની જ્યોત પ્રગટાવી ઝૂલેલાલજીની સ્તુતિ અને ગુરૂજીના મુખારવિંદે ઝૂલેલાલ મહિમા સત્સંગ ભજન ભાવ કરવામાં આવ્યો જેમાં સમગ્ર સિંધી સમાજે ધર્મગુરૂ શહેરાવાળા સાંઈજીના ધર્મ આચરણ આદેશ પર સૌએ ઝૂલેલાલ નામમાં સમાઈ જલ અને જ્યોતિ ( શાસ્ત્રોનુસાર જેને ઝૂલેલાલજીની સાક્ષાત હાજરી માનવામાં આવે છે) ની નીતિનેમ આચરી પૂજા અર્ચના અને સાધના તપસ્યા કરી ઝૂલેલાલ નામ રૂપી માળા ના મોતી બનવા સંકલ્પો કર્યા.
સત્સંગ ભજન ભાવ બાદ સમગ્ર સિંધી સમાજ સિંધી તાલ ઉપર નાચગાન ઝૂમી ઉઠ્યા અને સમાજ ના હોદેદારો સમિતિ અને મવડી મંડળો દ્વારા વૈવિધ્યતાથી ધર્મગુરૂ શહેરાવાળા સાંઈજી ને આદર બહુમાન સાથે શાલ અને જયઘોષ કરી સ્વાગત કરવામાં આવ્યું અને સૌ સાથે મળી ભંડારપ્રસાદનો લાભ લીધો અંતે પૂજ ભહેરાણા સાહેબને વીધી વિધાનથી જલ પરવાન કરી કાર્યક્રમની સમાપ્તિ કરવામાં આવી.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial