Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
આજે રાત્રે રાવણ વિથ સેલ્ફીનો કાર્યક્રમ !
જામનગર તા. ૧: જામનગરઃ આઝાદીના ૭૬ વર્ષોથી જામનગર માં પરંપરાગત રીતે આસો સુદ નવરાત્રીના નવલા નોરતાની નવરાત્રી પછી વિજયાદશમી મહોત્સવની જામનગર સહિત સમગ્ર દેશમાં કરવામાં આવતી હોય છે જે જામનગર સિંધી સમાજ દ્વારા કરવામાં આવે છે. જે ઉજવણીના ભાગરૂપે છેલ્લા એક માસ થી તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી હતી જેમાં દશેરાની ગણતરીની કલાકો બાકી રહી છે ત્યારે જામનગર સિંધી સમાજ તેમજ દશેરા ઉત્સવમ સમિતિ દ્વારા જહેમત ઉઠાવી રાવણદહનના મેઘનાદ, કુંભકર્ણ અને રાવણના ૩૫ થી ૪૦ ફૂટના પૂતળાઓ તૈયાર કરી આખરી ઓપ દેવાયા છે.
જેમાં ૧ લી ઓક્ટોબરના શહેરના પ્રદર્શન ગ્રાઉન્ડમાં પૂતળાઅને એસેમ્બલ જોડાણ કરી દહન કરવા ઊભા મુકવાની તૈયારીઓ શરૂ કરવા કવાયત હાથ ધરાઈ છે. પૂતળાઓ ઊભા કરાયા પછી રાત્રે રાવણ વિથ સેલ્ફીનો જામનગરવાસીઓ માટે કાર્યક્રમ પણ રાખવામાં આવ્યો છે.
જે બાદ તારીખ ૨જી ઓક્ટોબર ગુરુવારના દશેરા પર્વ પર રામ લક્ષ્મણ સીતા અને હનુમાન સહિત વાનરસેના તેમજ જુદા જુદા વેશભૂષા પાત્રો વાળા ફ્લોટ્સ સાથેની રામસવારીનું પ્રોસેશન સાંજે ૪ કલાકે શહેરના નાનકપુરીથી પ્રસ્થાન થઈ શહેરના મુખ્ય માર્ગો પર ફરી શમી સાંજે ૭ કલાકે સંતો મહંતો અને શહેર જીલ્લા કક્ષાના પ્રસાશન અધિકારીઓ અને શાસક પ્રતિનિધિઓ તેમજ સમગ્ર જામનગરવાસીઓની હાજરીમાં પ્રદર્શન ગ્રાઉન્ડમાં પહોંચશે જ્યાં રામ રાવણના યુદ્ધનું પાત્ર ભજવતા કલાકારો દ્વારા નાટ્ય સ્વરૂપે યુદ્ધ સર્જાશે જેમાં અંતે રાવણ હરણ કરી રામ દ્વારા રાવણના પૂતળા પર બાણ થી પલીતો ચાંપી રાવણદહન કરી અધર્મ પર જ ધર્મનો, અંધકાર પર પ્રકાશનો, અહંકાર પર સારપનો, અસત્ય પર સત્યના વિજ્યનો વિજયાદશમીના તહેવારની ઉજવણી કરવામાં આવશે.
આ તકે સમગ્ર સર્વે જામનગરવાસી અને સર્વે સિંધી જ્ઞાતીબંધુઓ સૌને આ વિજયાદશમી દરમિયાન દિવસે ઉજવણીમાં માનવ કાયામાં રહેલા દસ દોષો કામ, ક્રોધ, લોભ, મોહ, મદ, મત્સર, આશા, તૃષ્ણા, અહંકાર, ઈર્ષ્યા વગેરે દોષોનો પણ દહન કરી આ પર્વની ઉજવણીમાં સહભાગી બનવા જામનગર સિંધી સમાજ અને દશેરા કમિટી દ્વારા અનુરોધ કરાયો છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial