Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
પુત્રો સની દેઓલ અને બોબી દેઓલે લીધો નિર્ણયઃ
મુંબઈ તા. ૧રઃ ધર્મેન્દ્રને હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ કરાયા છે. અભિનેતાની સારવાર હવે ઘરે જ થશે. પુત્રો સની દેઓલ અને બોબી દેઓલ સહિતના પરિવારે અભિનેતાને ઘરે લઈ જવાનો નિર્ણય કર્યો હોવાનું જાણવા મળે છે.
દિગ્ગજ અભિનેતા ધર્મેન્દ્રને બ્રીચ કેન્ડી હોસ્પિટલમાંથી રજા આપી દેવામાં આવી છે. ડોક્ટર્સએ બુધવારે પુષ્ટિ કરતા કહ્યું હતું કે તેમના પુત્રો સની દેઓલ અને બોબી દેઓલ સહિતના પરિવારે અભિનેતાને ઘરે લઈ જવાનો નિર્ણય કર્યો છે. મીડિયા અહેવાલ અનુસાર સવારે ડોક્ટર્સએ ધર્મેન્દ્રના સ્વાસ્થ્ય વિશે માહિતી આપી હતી.
તેમણે જણાવ્યું હતું કે, અભિનેતાને હોસ્પિટલમાંથી રજા આપી દેવામાં આવી છે અને પરિવારે તેમને ઘરે લઈ જવાનો નિર્ણય કર્યો છે. ૮૯ વર્ષિય અભિનેતા છેલ્લા કેટલાક અઠવાડિયાથી હોસ્પિટલમાં દાખલ હતાં અને રજા મળ્યા પછી ફરી દાખલ થવું પડ્યું હતું.
ડો. પ્રતીત સમદાનીએ મીડિયા એજન્સીને જણાવ્યું હતું કે, ધર્મેન્દ્રજીને સવારે ૭-૩૦ વાગ્યા આસપાસ હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી હતી. પરિવાર દ્વારા તેમને ઘરે જ સારવાર આપવાનો નિર્ણય લેવાયો હોવાથી તેમની સારવાર હવે ઘરે જ કરાવવામાં આવશે. અભિનેતાને વેન્ટિલેટર સપોર્ટ સાથે આઈસીયુમાં સારવાર આપવામાં આવી રહી હતી. અહેવાલો સૂચવે છે કે ધર્મેન્દ્રએ સોમવારે શ્વાસ લેવામાં તકલીફ, હાઈ બ્રલડ પ્રેશર અને બેચેનીની ફરિયાદ કરી હતી.
ઉલ્લેખનિય છે કે, ધર્મેન્દ્ર શોલે, ધરમ વીર, ચૂપકે ચૂપકે, મેરા ગાંવ મેરા દેશ અને ડ્રીમ ગર્લ જેવી ફિલ્મો માટે જાણીતા છે. તેઓ છેલ્લે તીરી બાતો મેં ઐસા ઉલ્ઝા જિયા (ર૦ર૪) ફિલ્મમાં શાહિદ કપૂર અને ક્રિતી સેનન સાથે જોવા મળ્યા હતાં. તદુપરાંત તેઓ ટૂંક સમયમાં શ્રીરામ રાઘવનની ફિલ્મ ઈક્કિસમાં અગસ્ત્ય નંદા સાથે મુખ્ય ભૂમિકામાં જોવા મળશે. આ વોર ડ્રામા (યુદ્ધ આધારિત ફિલ્મ) અરૂણ ખેતરપાલના જીવન પર આધારિત છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial