Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
જેલરે સિક્કા પોલીસ સ્ટેશનમાં નોંધાવી ફરિયાદઃ
જામનગર તા. ૪: જામનગરના સિક્કા ગામના એક શખ્સને અદાલતે કેદની સજા ફટકાર્યા પછી કચ્છના ભુજમાં આવેલી જેલમાં સજા કાપી રહેલા આ શખ્સે ગયા મે મહિનામાં પાંચ દિવસના પેરોલ મંજૂર કરાવ્યા પછી મુક્ત થઈ પોબારા ભણી લેતા સિક્કા દોડી આવેલા આ જેલના જેલરે પોલીસમાં આ કેદી સામે ગુન્હો નોંધાવ્યો છે.
જામનગર તાલુકાના સિક્કા ગામમાં મચ્છી માર્કેટમાં વસવાટ કરતા કરીમ ઓસમાણ વાઘેર ઉર્ફે ટીચૂકડા સામે અગાઉ નોંધાયેલા ગુન્હામાં આ શખ્સને કેદની સજા ફટકારવામાં આવી હતી.
ત્યારપછી સજા કાપવા માટે કચ્છના ભુજમાં આવેલી પાલારાની ખાસ જેલમાં પાકા કામના કેદી નં.૩૩૬૧ તરીકે કરીમ ઓસમાણ ઉર્ફે ટીચૂકડાને મોકલી દેવામાં આવ્યો હતો. ત્યાંથી આ શખ્સે પાંચ દિવસની પેરોલ માંગતા તેને તા.૧૫ મેના દિને મુક્ત કરવામાં આવ્યો હતો.
આ શખ્સે ગઈ તા.૨૧ મેના દિવસે પાલારા જેલમાં હાજર થઈ જવાનું હતું પરંતુ આ શખ્સ જેલમાં હાજર થવાની બદલે નાસી જતાં પાલારાની જેલના જેલર ગ્રુપ-રના બી.કે. જાખલે સિક્કા દોડી આવી આ શખ્સ સામે સિક્કા પોલીસ મથકમાં પ્રિઝન એક્ટની કલમ ૫૧ (એ) (બી) હેઠળ ગુન્હો રજીસ્ટર કરાવ્યો છે. આ શખ્સના સગડ દબાવવામાં આવી રહ્યા છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial