Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
વાંકાનેર તાલુકાના જાલીડા ગામમાં રામધાન ટ્રસ્ટ દ્વારા
જામનગર તા. રઃ વાંકાનેર તાલુકાના જાલીડા ગામે રામધામ ટ્રસ્ટ દ્વારા આગામી તા. ૭-૧૦-ર૦રપ ના શરદપૂનમના દિવસે રઘુવંશી યુવક-યુવતીઓ માટે પરિચય મેળાનું આયોજન કરવામાં આવ્યું છે.
આ પરિચય મેળામાં ભારતના અલગ-અલગ શહેરોમાંથી જીવનસાથીની પસંદગી કરવા માટે રઘુવંશી યુવક-યુવતીઓ ભાગ લેવા આવનાર છે.
આ કાર્યક્રમ માટે રામધામ ટ્રસ્ટ, જાલીડા તેમજ રઘુવંશીઓની અનેક સંસ્થાના કાર્યકરો પ્રયાસ કરી રહ્યા છે, જેમાં રામધામ ટ્રસ્ટના દરેક ટ્રસ્ટીઓ, રઘુવંશી સમાજના એક માત્ર ધારાસભ્ય જીતુભાઈ સોમાણી, ગિરીશભાઈ કાનાબાર, પ્રતાપભાઈ કોટક, પરેશભાઈ વિઠ્ઠલાણી, ભીખાલાલ પાંઉ, અશ્વિનભાઈ કોટક, શૈલેષભાઈ પાબારી, પરેશભાઈ કાનાબાર, પ્રવિણભાઈ ખંઢેરિયા, રામધામ ટ્રસ્ટના મહિલા સમિતિના પ્રમુખ સોનલબેન વસાણી તથા કાર્યક્રમના વડા હસુભાઈ ભગદેવની કમિટીની રચના કરવામાં આવી છે.
આ કાર્યક્રમ માટે મનનભાઈ (મુંબઈ), મેહુલભાઈ નથવાણી, મયંકભાઈ નથવાણી, મયંકભઈ પાંઉ, જાગૃતિબેન ખીમાણી, રમેશભાઈ રાચ્છ, આશાબેન સોમૈયા, ગિરીશભાઈ તન્ના વિગેરે સ્વયંસેવકો સતત મહેનત કરી રહ્યા છે.
રામધામમાં તા. ૭/૧૦ ના બપોરે ર વાગ્યે પરિચય મેળાનો આરંભ થશે. અહીં ઉપસ્થિત દરેક યુવક-યુવતી અને વાલી સહિત તમામ માટે પરિચય મેળામાં 'હાઈટી'ની વ્યવસ્થા કરવામાં આવી છે તેમજ સાંજે પ્રસાદની વ્યવસ્થા રાખવામાં આવી છે.
શરદપૂનમના પર્વને ધ્યાને લઈને રાસોત્સવ યોજાશે, જેમાં રાજકોટ, વાંકાનેર, મોરબી, માણાવદર, ભાણવડ, દ્વારકા, ખંભાળિયા, પોરબંદર, ચોટીલા, સુરેન્દ્રનગર, જસદણ, અમરેલી, થાન, ટંકારા, કુંવાડવા, પડધરી, ગોંડલના વિસ્તારોમાંથી રઘુવંશીઓ ભાગ લેશે. રાત્રે દૂધ પૌંઆની પ્રસાદી રાખવામાં આવી છે.
સમગ્ર આયોજનને સફળ બનાવવા હસુભાઈ ભગદેવ, મનભાઈ (સપનાના વાવેતર), મેહુલભાઈ નથવાણી, મયંકભાઈ પાંઉ, જાગૃતિબેન ખીમાણી, કિરીટભાઈ કેસરિયા, ભદ્રેશભાઈ વડેરા, રમેશભાઈ રાચ્છ, આશાબેન સોમૈયા, નિહારિકાબેન પૂજારા, મનિષભાઈ અનડકટ, હેતલબેન સેજપાલ કાર્યરત રહ્યા છે.
આ પરિચય મેળામાં ભાગ લેવા માટે રજિસ્ટ્રેશન માટે મેહુલ નથવાણી (રાજકોટ) (૯૮રપ૦ ૭ર૦૭૯), મયંકભાઈ પાંઉ (રાજકોટ) (૯૮રપર ૩૬૯૪૭), જાગૃતિબેન ખીમાણી (રાજકોટ (૭૮૭૮૦ ૩૬૧૪૧) નો સંપર્ક કરવા જણાવાયું છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial