Advertisement
Author: નોબત સમાચાર

આડેથી બસનો વારો લગાડી ઝઘડો કરનાર શખ્સ સહિત ટોળાનો હલ્લો

એક બસ ડ્રાઈવરને ઢીબી નાખવામાં આવ્યોઃ

                                                                                                                                                                                                      

જામનગર તા. ૨૭: લાલપુરના પીપળી ગામ પાસે લેબર કોલોની-૮ નજીક બુધવારની સાંજે મજૂરોને લઈ જવા માટે બસ લઈને આવેલા એક ડ્રાઈવર પર આડેથી બસ લગાડી એક શખ્સે દાદાગીરી કર્યા પછી દસેક શખ્સ તૂટી પડ્યા હતા. ઈજા પામેલા બસ ડ્રાઈવરે પોલીસમાં ફરિયાદ નોંધાવી છે.

લાલપુર તાલુકાના પીપળી ગામમાં વસવાટ કરતા અને એલ એન્ડ ટી કંપનીમાં મજૂરને લેવા-મૂકવા જવાની બસમાં ડ્રાઈવર તરીકે નોકરી કરતા ભરતભાઈ જસમતભાઈ ટોયટા બુધવારે સાંજે ખાનગી કંપનીના સોલાર પ્લાન્ટ નજીક લેબર કોલોની-૮ નંબરના ગેઈટ પાસે મજૂરને બેસાડવા માટે બસ લઈને આવ્યા હતા.

આ વેળાએ તેમનો વારો હોવા છતાં પીપળીના જ અન્ય ડ્રાઈવર ગોવિંદ ચારણે પોતાની બસ વચ્ચેથી અડાડતા ભરતભાઈ સાથે તેને બોલાચાલી થઈ હતી. તે પછી ગોવિંદ તેમજ ભરત ભાઈજીભાઈ ચારણ, લખમણ ભાઈજીભાઈ, શિવગુણ ભાઈજીભાઈ, પુનરાજ ચારણ, શિવરાજ ચારણ અને બીજા અજાણ્યા શખ્સોએ લાકડી, ઢીકાપાટુથી હુમલો કરી ભરતભાઈને આડેધડ માર માર્યાે હતો. બનાવની મેઘપર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરાઈ છે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh