Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
આજે ઉમેદવારી પત્રોની થઈ રહી છે ચકાસણીઃ
જામનગર તા. ૧૩: ફોર્મ શનિવારે ભરવાના છેલ્લા દિવસે ઉમેદવારોનો રાફડો ફાટ્યો હતો. જામનગર મહાનગરપાલિકામાં ૩૧૭ જિલ્લા પંચાયતમાં ૧૩ર, તાલુકા પંચાયતમાં ૪૭૪ અને સિક્કા ન.પા.માં ૯૧ ફોર્મ ભરાયા હતાં. આજે ઉમેદારી પત્રોની ચકાસણી થઈ રહી છે.
મહાનગરપાલિકાના ૧૬ વોર્ડની કુલ ૬૪ બઠકો માટે ઉપરાંત જિલ્લા પંચાયતની ર૪ તથા ૬ તાલુકા પંચાયતોની ૧૧ર અનેે સિક્કા નગરપાલિકાની ર૮ બેઠકો માટે ગત્ શનિવારે ઉમેદવારી પત્ર ભરવાના છેલ્લા દિવસે 'સેવાદારો'નો રાફડો ફાટ્યો હતો.
જામનગર મહાનગર પાલિકાના ૧૬ વોર્ડની ૬૪ બેઠકો માટેની સામાન્ય ચૂંટણીમાં શનિવારે પાંચમા દિવસ કુલ ૩૧૭ ઉમદવારી પત્ર રજૂ થયા હતાં, જેમાં ભાજપના ૧ર૩ ને કોંગ્રસના ૮૬, આમ આદમી પાર્ટીના ૬૪, બસપામાં ૧૭, સપાના પાંચ તેેમજ અપક્ષ ૧૭ ઉમેદવારી પત્રનો સમાવેશ થાય છે.
જ્યારે જામનગર જિલ્લા પંચાયતની ર૪ બેઠકો માટેની ચૂંટણી અન્વયે ૧૩ર ઉમેદવારી પત્ર ભરાયા હતાં, જેમાં ભાજપના પ૩, કંગ્રેસના ૩૩, 'આપ'ના ૪૦, બસપાના બે, સપાના ત્રણ અને એક અપક્ષનો સમાવેશ થાય છે. તેમજ જિલ્લાની છ તાલુકા પંચાયતની ૧૧ર બેઠકોની ચૂંટણી માટે ૪૭૪ ઉમેદવારોએ પોતાની ઉમેદવારી નોંધાવી છે, જેમાં 'આપ'ના ૧ર૭, ભાજપના ૧૯૮ અને કોંગ્રેસના ૧રર અને અપક્ષ ર૪ ફોર્મનો સમાવેશ થાય છે.
આ ઉપરાંત સિક્કા નગરપાલિકાની ર૮ બેઠકની ચૂંટણી માટે ૯૧ ફોર્મ રજૂ થયા છે, જેમાં ભાજપના ૩૧, કોંગ્રેસના ૩૩, 'આપ'ના ૧ર, એઆઈએમઆઈએમના ૧૪ અને એક અપક્ષ ફોર્મનો સમાવેશ થાય છે. આમ જિલ્લામાં સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓ માટે કુલ ૧૦૧૪ ફોર્મ ભરાયા છે. આજે ઉમદવારી પત્રોની ચકાસણી કરવામાં આવી રહી છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial