Advertisement
Author: નોબત સમાચાર

એઆઈ સમિટમાં અર્ધનગ્ન થઈ વિરોધ કરવાના મામલે યુવક કોંગ્રેસના પ્રમુખ ઉદય ભાનુની ધરપકડ

રાહુલ ગાંધીએ બબ્બર શેર ગણાવ્યોઃ કોંગી નેતા કે.સી. વેણુગોપાલે ટીકા કરીઃ

                                                                                                                                                                                                      

નવી દિલ્હી તા. ર૪: એ.આઈ. સમિટમાં શર્ટલેસ પ્રોટેસ્ટના મામલે ર૦ કલાકની પૂછપરછ પછી યુથ કોંગ્રેસના પ્રમુખ ઉદય ભાનુ ચિબની ધરપકડ કરી લેવામાં આવતા તેના ઘેના પ્રત્યાઘાતો પડી રહ્યા છે.

દિલ્હીમાં યોજાયેલી એઆઈ સમિટમાં અર્ધનગ્ન થઈ વિરોધ કરવા મામલે પોલીસે કાર્યવાહી શરૂ કરી છે. યુથ કોંગ્રેસના પ્રમુખ ઉદય ભાનુ ચિબની ર૦ કલાકથી પૂછપરછ પછી ધરપકડ કરવામાં આવી છે. તેમને દિલ્હીના તિલક માર્ગ પોલીસ સ્ટેશનમાં રાખવામાં આવ્યા છે. પોલીસ સ્ટેશન બહાર ભારે ફોર્સ તૈનાત કરવામાં આવી છે. સમગ્ર મામલે કોંગ્રેસના વરિષ્ઠ નેતા કે.સી. વેણુગોપાલ તથા લોકસભાના નેતા રાહુલ ગાંધીએ પોલીસ કાર્યવાહીની ટીકા કરી છે.

કોંગ્રેસ નેતાએ મીડિયાને આપેલી જાણકારી અનુસાર ઉદય ભાનુ ચિબની ર૦ કલાક સુધી પૂછપરછ કરાઈ. તિરૂવલ્લુરના સાંસદ શશિકાંત સેંથીલે જણાવ્યું કે ર૦ કલાક સુધી પૂછપરછ પછી સવારે ૪ વાગ્યે ઉદય ભાનુની ધરપકડ કરાઈ છે. યુથ કોંગ્રેસના યોદ્ધાઓએ તેમના પર ગર્વ છે. દેશના યુવાનો માટે કોંગ્રેસ લડત આપતી રહેશે.

કોંગ્રેસના વરિષ્ઠ નેતા કે.સી. વેણુગોપાલે કહ્યું છે કે, સરકાર કદાચ ભૂલી ગઈ છે કે વિરોધ પ્રદર્શન લોકશાહીનું મૂળ તત્ત્વ છે. કોઈ ગુનો નહીં. ઈન્ડિયન યુથ કોંગ્રેસના કાર્યકરોએ બહાદુરીથી વડાપ્રધાન મોદીનો ભ્રષ્ટાચાર ઉજાગર કર્યો. હિંસા ભડકાવ્યા વિના શાંતિપૂર્ણ વિરોધ કર્યો. અમારી માગ છે કે તમામ આરોપીઓ પરથી તમામ કેસ રદ્ કરવામાં આવે અને તેમને છોડવામાં આવે.

આ કેસમાં ગ્વાલિયરથી પણ જિતેન્દ્ર યાદવ નામના કોંગ્રેસ કાર્યકરની ધરપકડ કરવામાં આવી છે. પોલીસનું કહેવું છે કે, હજુ બીજા ત્રણથી ચાર આરોપીઓ તેમની રડાર પર છે.

બીજી તરફ રાહુલ ગાંધીએ આ પ્રદર્શનકારીઓને બબ્બર શેર ગણાવી પોલીસની કાર્યવાહીને કાયરતાપૂર્ણ ગણાવી મોદી સરકાર પર તડાપીટ બોલાવી હતી.

નોંધનીય છે કે, દિલ્હીના ભારત મંડપમ્માં એઆઈ સમિટ યોજાઈ હતી, જેમાં વિશ્વના અનેક દેશોના પ્રતિનિધિ આવ્યા હતાં. આ સમિટ દરમિયાન યુથ કોંગ્રેસના કાર્યકરો અંદર ઘુસ્યા અને અર્ધલગ્ન થઈને વડાપ્રધાન મોદી વિરૂદ્ધ નારેબાજી કરી હતી. જે પછી સાત આરોપીઓની ત્યાં જ અટકાયત કરવામાં આવી હતી.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh