Advertisement
Author: નોબત સમાચાર

સૂરજ બાગમાંથી વિદ્યાર્થીના ફોનની ચોરી

અંબાજીના ચોક પાસેથી બાઈકની ઉઠાંતરીઃ

                                                                                                                                                                                                      

  જામનગર તા. ૭: જામનગરના ખંભાળિયા નાકા બહાર આવેલા સુરજબાગ પાસેથી પોણા બે મહિના પહેલાં એક વિદ્યાર્થીના રૂ।.૨૦ હજારની કિંમતના મોબાઈલની ચોરીની ફરિયાદ કરવામાં આવી છે. જ્યારે ગુરૂવારની રાત્રે અંબાજીના ચોક નજીક એક શેરીમાંથી હીરો મોટરસાયકલ ચોરાઈ ગયાનું પોલીસમાં જાહેર કરાયું છે.

જામનગરના ખંભાળિયા નાકા વિસ્તાર બહાર આવેલા નાગરપરામાં વસવાટ કરતા નિશીતભાઈ જયદીપભાઈ ગંઢા નામના વિદ્યાર્થી ગઈ તા.૧૦ ફેબ્રુઆરીની રાત્રે નાગરપરા નજીક સુરજબાગ નામની વાડીમાં હતા ત્યારે તેમનો રૂ।.૨૦૩૦૦ની કિંમતનો વીવો કંપનીનો મોબાઈલ ચોરાઈ ગયાની સિટી એ ડિવિઝનમાં તેઓએ ગઈકાલે ફરિયાદ નોંધાવી છે.

જામનગરના નાગનાથ નાકા વિસ્તારમાં આવેલા અંબાજીના ચોક પાસે શિવાભાઈની શેરીમાં રહેતા ભરતભાઈ લાલજીભાઈ પરમાર નામના આસામીએ પોતાનંુ જીજે-૧૦-બીડી ૮૦૯ નંબરનું હીરો મોટરસાયકલ ગયા ગુરૂવારની રાત્રે ઘરની બહાર મૂક્યા પછી સવાર સુધીમાં રૂ।.૧પ હજારના આ વાહનની ચોરી થયાની પોલીસમાં ફરિયાદ કરી છે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh