Advertisement
Author: નોબત સમાચાર

જામનગરમાં ગેસના બાટલાની સમસ્યા યથાવત્: ઊંચો બેકલોગ

તંત્રના સબ સલામતના દાવા વચ્ચે

                                                                                                                                                                                                      

જામનગર તા. ૧૭: મધ્ય-પૂર્વમાં યુદ્ધની સ્થિતિ વચ્ચે સર્જાયેલા ગેસના સંકટ વચ્ચે એલપીજી સાથેના જહાજ ભારત પહોંચી રહ્યા છે, અને સ્થિતિ અુકંશમાં હોવાના દાવા વચ્ચે જામનગરમાં ગેસના બાટલામાં બેકલોગનો મોટો આંકડો થયો હોવાનું જાણવા મળી રહ્યું છે.

જામનગરની વાત કરીએ તો અહીં સ્થિતિ સામાન્ય હોવાનો દાવો તંત્ર દ્વારા કરવામાં આવી રહ્યો છે, પરંતુ સ્થિતિ સાવ નોર્મલ નથી તેવું જાત તપાસમાં જણાયું હતું. તમામ ગેસ એજન્સીમાં બેકલોગ હોવાનું જાણવા મળે છે. મળતી માહિતી મુજબ જામનગરમાં આશરે ૧ર ગેસ એજન્સી છે, અને તમામમાં અઠવાડિયાથી વધુનું વેઈટીંગ છે. બેટલોકે જો ગેસનો બાટલો આજે બુક કરાવવામાં આવે તો આઠથી દસ દિવસે બાટલો ઘરે પહોંચાડવામાં આવશે.

એક એજન્સી સંચાલકના જણાવ્યા મુજબ દરરોજ ૩૦૦ બાટલાનું વિતરણ થાય છે, જ્યારે દરરોજ ૬૦૦ બાટલાનું બુકીંગ થઈ રહ્યું છે. આમ એક જ એજન્સીમાં રથી ૩ હજારનું લાંબુ વેઈટીંગ છે. આમ હજુ જામનગરવાસીઓની સમસ્યાનો અંત નજીકમાં દેખાતો નથી.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh