Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
આગના કારણે ઘરમાં થયું રૂ. પોણા ચાર લાખનું નુકસાનઃ
જામનગર તા. ૩૦: કાલાવડના નિકાવા ગામમાં વસવાટ કરતા અને સોલાર પ્લાન્ટમાં મેનેજરની ફરજ બજાવતા એક પરપ્રાંતિય યુવક પાસેથી બળજબરીથી પૈસા કઢાવવાના ઈરાદે રવિવારે રાત્રે ત્યાં ચઢી આવેલા બે શખ્સે ગાળો ભાંડ્યા પછી આ યુવાનની ઘરવખરી અને બે બાઈકમાં આગ ચાંપી દીધી હતી. આગના કારણે રૂપિયા પોણા ચાર લાખનું નુકસાન થયું છે. પોલીસે આરોપીઓની શોધ આરંભી છે.
કાલાવડ તાલુકાના નિકાવા ગામમાં આવેલી વીજ કંપનીની જુની કચેરીથી ઓળખાતી જગ્યામાં ભાડેથી રહેતા અને એક સોલાર પ્લાન્ટમાં મેનેજરની ફરજ બજાવતા મૂળ ઉત્તરપ્રદેશના મીરઝાપુર જિલ્લાના વતની અનમોલ મનોજસિંઘ નામના યુવાન રવિવારે રાત્રે સુવા ગયા ત્યારે કાલાવડના ડેરી ગામનો ભગિરથસિંહ મહેન્દ્રસિંહ જાડેજા તથા એક અજાણ્યો શખ્સ ધસી આવ્યા હતા.
આ શખ્સોએ બળજબરીથી અનમોલ પાસેથી પૈસા કઢાવવાના ઈરાદાથી ધમકી આપી અનમોલના રહેણાંકમાં આગચમ્પી કરી હતી. ભભૂકી ઉઠેલી આગમાં અનમોલનો કેટલોક સામાન તથા બે મોટરસાઈકલ સળગી ગયા હતા. અંદાજે રૂ. ૩૮૮૦૪૨નું નુકસાન કરી આ શખ્સોએ ગાળો ભાંડવા ઉપરાંત અનમોલના પગમાં બેટ ફટકાર્યું હતું અને તારો સોલાર પ્લાન્ટ ચાલવા નહીં દઉં તેમ કહી, જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. કાલાવડ ગ્રામ્ય પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરવામાં આવી છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial