Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
સિંહ સહિત બે રાશિના જાતકોને મહત્ત્વના નિર્ણય લેવામાં ઉતાવળ કરવી નહીં. ખર્ચ-ખરીદી જણાય
Aries (મેષ: અ-લ-ઈ)
આપને માનસિક પરિતાપ-વ્યગ્રતા રહ્યા કરે. વિચારોની દ્વિધા-અસમંજસતાને લીધે કામકાજમાં વિલંબ થાય.
શુભ રંગઃ લાલ - શુભ અંકઃ ૨-૮
Taurus (વૃષભ: બ-વ-ઉ)
નાણાકિય રોકાણ-વ્યવહારના કામમાં આપે ઉતાવળ કરવી નહીં. સામાજિક -વ્યાવહારિક કામમાં મુશ્કેલી જણાય.
શુભ રંગઃ પીળો - શુભ અંકઃ ૫-૭
Gemini (મિથુન: ક-છ-ધ)
ઉપરીવર્ગ-સહકાર્યવર્ગ-નોકર-ચાકરવર્ગની તકલીફ જણાય. યાત્રા-પ્રવાસ દરમ્યાન સાવધાની રાખવી પડે.
શુભ રંગઃ લીલો - શુભ અંકઃ ૮-૪
Cancer (કર્ક: ડ-હ)
નોકરી-ધંધે જાવ તો ઘર-પરિવારની ચિંતા રહ્યા કરે. ઘરે રહો તો નોકરી-ધંધાની ચિંતા આપને સતાવ્યા કરે.
શુભ રંગઃ દુધિયા - શુભ અંકઃ ૬-૯
Leo (સિંહ: મ-ટ)
આપે મહત્ત્વના નિર્ણય લેવામાં ઉતાવળ કરવી નહીં. વાણીની સંયમતા રાખીને કામ કરવું. ખર્ચ-ખરીદી જણાય.
શુભ રંગઃ સફેદ - શુભ અંકઃ ૨-૪
Virgo (કન્યા: પ-ઠ-ણ)
મોસાળપક્ષે-સાસરીપક્ષે બીમારી-ચિંતા-દોડધામનું આવરણ આવી જાય. વાદ-વિવાદ-મનદુઃખથી સંભાળવું પડે.
શુભ રંગઃ મેંદી - શુભ અંકઃ ૫-૮
Libra (તુલા: ર-ત)
સામાજિક-રાજકિય કામકાજ અંગેની મિલન-મુલાકાતમાં ઉતાવળ કરવી નહીં. સંસ્થાકિય કામમાં ધ્યાન રાખવું.
શુભ રંગઃ મોરપીંછ - શુભ અંકઃ ૩-૯
Scorpio (વૃશ્ચિક: ન-ય)
દિવસના પ્રારંભથી જ આપને સુસ્તી-બેચેની જેવું લાગ્યા કરે. તબિયતની અસ્વસ્થતાના લીધે બેચેની જણાય.
શુભ રંગઃ સફેદ - શુભ અંકઃ ૨-૪
Sagittarius (ધન: ભ-ધ-ફ-ઢ)
દેશ-પરદેશના, આયાત-નિકાસના કામમાં આપને મુશ્કેલી જણાય. મિલન-મુલાકાત મુલત્વી રાખવા.
શુભ રંગઃ કેસરી - શુભ અંકઃ ૫-૮
Capricorn (મકર: ખ-જ)
દિવસ દરમ્યાન આપના કામમાં વ્યસ્ત રહેવાનો પ્રયાસ કરો પરંતુ કામમાં મુશ્કેલીનો અનુભવ થાય.
શુભ રંગઃ બ્લુ - શુભ અંકઃ ૩-૯
Aquarius (કુંભ: ગ-શ-સ)
આપના કામકાજમાં ઉકેલ લાવવા માટે દોડધામ-શ્રમ રહે. સંતાનના પ્રશ્ને ચિંતા-મુશ્કેલીમાં વધારો થાય.
શુભ રંગઃ ગુલાબી - શુભ અંકઃ ૨-૬
Pisces (મીન: દ-ચ-ઝ-થ)
આપના કામકાજમાં કોઈને કોઈ મુશ્કેલી રહ્યા કરે. નાણાકિય લેવડ-દેવડની બાબતમાં સાવધાની રાખવી.
શુભ રંગઃ લાલ - શુભ અંકઃ ૫-૮