Advertisement
Author: નોબત સમાચાર

જામનગરની એક હોટલના ભાગીદારને ચેક પરતના કેસમાં એક વર્ષની કેદની સજા

૧૩ લાખના ચેક પરતની કરાઈ હતી ફરિયાદઃ

                                                                                                                                                                                                      

જામનગર તા. ૮: જામનગરમાં એક હોટલ સાથે સંકળાયેલા ભાગીદાર સામે રૂ।.૧૩ લાખના ચેક પરતની એક પૂર્વ નગરસેવકે અદાલતમાં ફરિયાદ નોંધાવી હતી. તે કેસ ચાલી જતા અદાલતે આરોપી ભાગીદારને એક વર્ષની કેદ ફટકારવા ઉપરાંત રૂ।.૧૩ લાખ ત્રણ મહિનામાં ચૂકવી આપવાનો અને તે રકમ ચૂકવવામાં ન આવે તો વધુ ત્રણ મહિનાની કેદ ભોગવવા હુકમ કર્યાે છે.

જામનગરના પૂર્વ નગરસેવક કેતનભાઈ જેન્તીભાઈ નાખવા પાસેથી તેમના મિત્ર અને આશિયાના નામની હોટલમાં ભાગીદાર તરીકે રહેલા જયંત ગોરીશંકરભાઈ પુંજાણીએ મિત્રતાના દાવે રૂ।.૧૩ લાખ હાથઉછીના મેળવ્યા હતા અને તેની પરત ચૂકવણી માટે રૂ।.સાડા છ લાખના બે ચેક આપ્યા હતા.

તે બંને ચેક બેંકમાં રજૂ કરવામાં આવતા અપૂરતા નાણા ભંડોળના શેરા સાથે પરત ફરતા કેતનભાઈએ નોટીસ પાઠવ્યા પછી કોર્ટમાં ફરિયાદ નોંધાવી હતી. તે કેસ ચાલી જતાં અદાલતે બંને પક્ષની દલીલો સાંભળ્યા પછી આરોપી જયંત ગૌરીશંકર પુંજાણીને તકસીરવાન ઠરાવી એક વર્ષની કેદ અને રૂ।.૧૩ લાખ ત્રણ મહિનામાં ચૂકવી આપવાનો હુકમ કર્યાે છે. રકમ ચૂકવવામાં ન આવે તો વધુ ત્રણ મહિનાની સજા ફટકારવામાં આવી છે. ફરિયાદી તરફથી વકીલ નિતલ ધ્રુવ, ડેનિશા ધ્રુવ, પૂજા ધ્રુવ, આશિષ ફટાણીયા, ડી.એમ. જોષી, અલ્ફાઝ મુંદ્રા, અશ્વિન સોનગરા, પ્રિતેશ ભટ્ટ રોકાયા હતા.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh