Advertisement
Author: નોબત સમાચાર

દેવભૂમિ દ્વારકા જિલ્લાના દરિયાકાંઠા પર સુરક્ષા એજન્સી દ્વારા ઘનિષ્ઠ પેટ્રોલિંગ

જમીની સુરક્ષાને પણ અપાયું મહત્ત્વઃ

                                                                                                                                                                                                      

દેવભૂમિ દ્વારકા જિલ્લાના દરિયાકિનારા તથા જમીની વિસ્તારમાં સુરક્ષા વ્યવસ્થા સઘન બનાવવા માટે ઓખા મરીન ટાસ્કફોર્સ દ્વારા કોસ્ટલ વિસ્તારમાં સઘન પેટ્રોલિંગ કરવામાં આવી રહ્યું છે. એટીએસના અધિક પોલીસ મહાનિર્દેશક અમિતકુમાર વિશ્વકર્મા, મરીન ટાસ્કફોર્સના નાયબ પોલીસ મહાનિરીક્ષક એ.એમ. મુનીયા, હજીરાના પોલીસ અધિક્ષક એસ.જે. પરમારના વડપણ હેઠળ દરિયાઈ સીમાઓ પર સતત વોચ રાખવામાં આવી રહી છે. નાયબ પોલીસ અધિક્ષક કે.પી. પારેખ, પીએસઆઈ આર.જે. જાડેજાની આગેવાનીમાં મરીન કમાન્ડો, દ્વારકા, બેટ દ્વારકા, પોસીત્રા, મેંદરડા જેટી, મીઠાપુર ચોપાટી, શિવરાજપુર બીચ, રૂપેણ બંદર, ભડકેશ્વર મંદિર, ગોમતીઘાટ, ગાયત્રી મંદિરમાં સઘન પેટ્રોલિંગ કરી રહ્યા છે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh