Advertisement
Author: નોબત સમાચાર

માસૂમ બાળક સાથે અધમ કૃત્ય આચરનાર વૃદ્ધને ૨૦ વર્ષની જેલ

જામનગર સ્પેશિયલ કોર્ટનો ચૂકાદોઃ

                                                                                                                                                                                                      

જામનગર તા. ૯: જામનગરમાં રહેતા એક ત્રણ વર્ષના માસૂમ બાળક સાથે અધમ કૃત્ય આચરનાર વૃદ્ધને સ્પે. પોક્સો અદાલત દ્વારા ૨૦ વર્ષની જેલ સજાનો હુકમ કરાયો છે. જ્યારે ભોગ બનનારને વળતર પેટે રૂ।.ર લાખ ચૂકવવા આદેશ કરવામાં આવ્યો છે.

જામનગરમાં રહેતા આરોપી રસીકલાલ દેવજીભાઈ પરમાર (ઉ.વ.૬૮)એ ચાર વર્ષના માસૂમ બાળક સાથે ઘરની બહાર ગાદલુ પાથરી અધમ કૃત્ય કરતા હોઈ બાળક રડવા લાગતા તેણીની માતા અવાજ સાંભળીને જોવા આવી ગયા હતા અને બનાવની જાણ થઈ હતી. આરોપી સામે પોલીસ ફરિયાદ નોંધાવી હતી.

આ અંગેનો કેસ સ્પેશિયલ પોક્સો કોર્ટમાં ન્યાયાધીશ આર.પી. મોગેરા સમક્ષ ચાલી જતા સરકાર તરફે ૧૨ સાહેદો, આઈવીટનેશ તથા દસ્તાવેજી પુરાવો રજૂ કર્યાે હતો તથા સરકારી વકીલની દલીલ ગ્રાહ્ય રાખી આરોપીને તક્સીરવાન ઠરાવી ૨૦ વર્ષની સખત કેદની સજા તથા રૂ।.૫ હજારનો દંડ અને દંડ ન ભરે તો વધુ એક વર્ષની સજા તથા ભોગ બનનારને વળતર પેટે રૂ।.ર લાખ ચૂકવવા આદેશ કરાયો છે. આ કેસમાં સરકરી વકીલ તરીકે ભારતીબેન વાદી રોકાયા હતા.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh