Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
આજે પણ અંતિમ દિવસ હોઈ, ઉમેદવારીપત્ર ભરવા ધસારો
ખંભાળિયા તા. ૧૧: દ્વારકા જિલ્લામાં સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓની ચૂંટણી માટે ગઈકાલે એક દિવસમાં ર૪૭ ફોર્મ ભરાયા હતાં, તો આજે પણ અંતિમ દિવસ હોવાથી સવારથી જ ઉમેદવારીપત્રો ભરવા માટેનો ધસારો વધ્યો છે.
દેવભૂમિ દ્વારકા જિલ્લામાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓમાં ફોર્મ ભરવાનો આજે અંતિમ દિવસ છે, જ્યારે ગઈકાલે આગલા દિવસે ઉમેદવારોનો રાફડો ફાટ્યો હોય તેમ તેના ટેકેદારો સાથે ઉમટતા એક જ દિવસમાં ર૪૭ ફોર્મ ભરાયા હતાં જે આગલા ચાર દિવસમાં પણ થયા નહતાં.
ખંભાળિયા નગરપાલિકામાં ગઈકાલે ૩૬ બેઠકોમાં રપ ફોર્મ ભરાયા હતાં, જ્યારે જામરાવલ નગરપાલિકામાં ર૪ બેઠકો માટે ગઈકાલે એક જ દિવસમાં ૪પ ફોર્મ ભરાયા હતાં.
ખંભાળિયા તાલુકા પંચાયતમાં ૧૧ ફોર્મ, દ્વારકા તા.પં.માં ૩પ ફોર્મ, ભાણવડ તા.પં.માં ૩૬ તથા કલ્યાણપુર તાલુકા પંચાયતમાં સૌથી વધુ એક દિવસમાં પ૩ ફોર્મ ભરાયા હતાં. તાલુકા પંચાયતોમાં કુલ ૧૩પ ફોર્મ ગઈકાલે ભરાયા હતાં જેનો ટોટલ ૧૭૮ થયો છે.
દ્વારકા જિલ્લા પંચાયતની બાવીસ બેઠકો માટે ૪ર ફોર્મ ભરાયા હતાં, જેમાં ખંભાળિયાની બેઠકોમાં સાત, દ્વારકામાં આઠ, ભાણવડમાં ૮ અને કલ્યાણપુરમાં ૧૭ ફોર્મ સાથે ટોટલ પ૬ ફોર્મ થયા છે.
મોડી રાત્રે નામો ભાજપમાં ફાયનલ થવાથી આજે બપોરે ભાજપ દ્વારા જિલ્લા તાલુકા તથા પાલિકાની બેઠકોમાં ફોર્મ વિજય મુહૂર્તમાં ભરવાના છે તો આપ અને કોંગ્રેસ પણ આજે બાકીના ફોર્મ ભરશે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial