Advertisement
Author: નોબત સમાચાર

જામનગરમાં સન ટુ હૃાુમન ફાઉન્ડેશનનાં ઉપક્રમે પૂ. પરમ આલયજીની શિબિરનું ભવ્ય આયોજન

નવજીવન મહેકાને વાલી હૈ,  યહ શિબિર બિલકુલ નિરાલી હૈ

                                                                                                                                                                                                      

જામનગર તા. ૧૩: જામનગરમાં સન ટુ હૃાુમન ફાઉન્ડેશનનાં ઉપક્રમે તા.૧૧ થી ૧૬ એપ્રિલ ૨૦૨૬ દરમ્યાન ઓશવાળ સેન્ટરમાં પૂ. પરમ આલયજીની શિબિરનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે. આ કોઈ યોગ શિબિર કે આધ્યાત્મિક શિબિર નથી પરંતુ સાવ અનોખી શિબિર છે. ફાઉન્ડેશન સાથે સંકળાયેલા તથા સ્થાનિક આયોજનમાં સંયોજક જેવી ભૂમિકા નિભાવતા પરમમિત્ર મોહનભાઇ શેટા દ્વારા 'નોબત' ની શુભેચ્છા મુલાકાત લઇ 'નોબત' પરિવારનાં ચેતનભાઇ માધવાણીને શિબિરનું આમંત્રણ પાઠવી સમગ્ર આયોજન અંગે વાર્તાલાપ કરવામાં આવ્યો હતો.

મોહનભાઇ સૌપ્રથમ પોતાનો પરિચય આપી તેમના જીવનમાં પરમ આલયજીનાં પ્રવેશ અને પછી આવેલ પરીવર્તન અંગે જણાવે છે. મોહનભાઇ સુરતમાં સાડીનાં મોટા વેપારી છે. ત્રણ વર્ષ પહેલા તેઓ પૂ. પરમ આલયજીની શિબિરમાં જોડાયા પછી ૭૦ વર્ષની વય પછી પણ નવયૌવનનો પ્રવેશ થયો એમ કહી શકાય. આલયજી વિશે તેઓ જણાવે છે કે તેઓ જૈન છે અને મધ્યપ્રદેશનાં ઇંદૌરમાં નમકીનનાં મોટો વ્યવસાય ધરાવતા હતા પરંતુ તેમને ભૌતિક સુખ સુવિધા વ્યર્થ લાગતા સફળ  વ્યવસાયિક જીવન ત્યાગી અને લોકોને કૈંક આપી શકાય એ માટે યોગ, આહાર વિહાર નિયમન વગેરે ક્ષેત્રે અભ્યાસ અને સંશોધન કરવામાં લાગી ગયા. લગભગ બે દાયકાથી વધુનાં તેમનાં પ્રયોગો અને સંશોધનો પછી તેમણે માનવીનાં તન અને મનને નવી તાજગી - નવી શક્તિ મળે અને તેની મહત્તમ ઉર્જા ઉપયોગમાં લઈ શકાય એવી એક સચોટ પદ્ધતિ વિકસાવી છે. એ જ પદ્ધતિને તેઓ શિબિર વડે જન જન સુધી પહોંચાડવાનો પ્રયાસ કરી રહૃાા છે.

વિવિધ ૨૦ પ્રકારની વસ્તુઓ સાથે સમતોલ પોષણ આપતો 'અદૃશ્ય નાસ્તો' તથા નાભિ ઝટકા પ્રયોગ વગેરે આ શિબિરની વિશેષતાઓ છે. આ શિબિર કુલ ૬ દિવસની છે જેમાં પ્રથમ ત્રણ દિવસ પરમ આલયજીનાં અનુયાયીઓ પ્રારંભિક અભ્યાસ કરાવશે એ પછી અંતિમ ત્રણ દિવસ પરમ આલયજી શિબિરાર્થીઓને અભ્યાસ કરાવશે. જેમાં ૩૦ જેટલા સ્વયંસેવકો પણ સેવા આપશે. ૬ દિવસની શિબિર માટે ૧૦૦ રૂ।. નજીવી ટોકન ફી રાખવામાં આવી છે .

આ શિબિર ગુજરાતમાં સૌપ્રથમ ભાવનગરમાં થઇ હતી એ પછી સુરત, અમદાવાદ, રાજકોટ અને આણંદમાં આ શિબિર સંપન્ન થયા પછી જામનગરમાં આયોજન થયું છે. જેમાં મુખ્ય આયોજક તરીકે સંજયભાઈ ડોબરીયા, ભાસ્કરભાઇ રાઠોડ, મનોજભાઇ વેકરીયા તથા આશાબેન કાછડીયા જોડાયા છે. તેમજ મુખ્ય કમિટીમાં પણ શહેરનાં ૩૦ જેટલા પ્રતિષ્ઠિત અગ્રણીઓ જોડાયા છે.

મોહનભાઇ આ શિબિરને જામનગરીઓ માટે ઘરે બેઠા ગંગોત્રી સમાન ગણાવે છે અને અચૂક તેનો લાભ લેવા માટે અનુરોધ કરે છે.

ડાયાબિટીસ - ઓબેસિટી - બ્લડ પ્રેશર - પીસીઓડી સહિતનાં રોગોમાં ચમત્કારીક લાભ આપતી આ શિબિર નવજીવન આપનારી છે જેનો અનુભવ કરવો જ રહૃાો એમ જણાવી મોહનભાઇ નગરજનોને શિબિર માટે જાહેર આમંત્રણ પાઠવે છે. વધુ વિગત માટે પેમલ (મો. ૬૨૩૨૩ ૩૮૮૪૦), સરસ્વતી (મો. ૯૮૨૦૦ ૯૪૧૯૩), સંજયભાઈ (મો. ૯૮૨૫૨ ૩૧૩૨૬), શૈલેષભાઇ (મો. ૯૮૨૫૨ ૧૦૯૨૪)નો સંપર્ક કરવો.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh