Advertisement
Author: નોબત સમાચાર

...અને ભગવાન શંકર નિલકંઠ કહેવાયા

                                                                                                                                                                                                      

અમૃત પી અમર થઈ જવાય તે અમૃતને પ્રાપ્ત કરવા માટે દેવતાઓ અને દાનવોએ સાથે મળી અને સમુદ્રમંથનની ક્રિયા આરંભી મંદિરાચલ પર્વતને રેવૈયો બનાવ્યો અને વાસુકી નાગને દોરડું બનાવી અને જ્યારે આ સમુદ્રમંથનની ક્રિયાનો આરંભ કર્યો એટલે સમય-સમય પર તેમાંથી એક પછી એક વસ્તુઓ ઉત્પન્ન થવા લાગી. દેવતાઓઅને દાનવોએ અંદરો-અંદર વહેચી લીધી.

જેમાં અનુક્રમે ઝેર ઉત્પન્ન થયું. હળાહળ ઝેર ઉત્પન્ન થયેલું જોઈ દેવતાઓ અને દાનવો ખૂબ જ ગભરાઈ ગયા. હવે આ ભયંકર એવા હળાહળ ઉત્પન્ન થયેલા ઝેરને ગ્રહણ કોણ કરે ? દેવતાઓ અને દાનવો મુંઝાયા એટલે તેઓ સીધા જ બ્રહ્માજીના શરણે ગયા. બ્રહ્માજીએ સૌને ગભરાયેલા જોઈ અને તેમની ગભરાટનું અને આવવાનું કારણ પુછ્યું.

'તમે દેવો અને દાનવો શા માટે ગભરાયેલા છો ? અને અહીં મારી પાસે આવવાનું પ્રયોજન શું છે?

ત્યારે દેવતાઓ અને દાનવોએ બહ્માજીને સઘળી હકીકત સંભળાવી. આ સાંભળી અને બ્રહ્માજીએ તેમને કહ્યું, ' આનુ નિરાકરણ કરવાનું કામ મારી શક્તિ બહાર છે. માટે ચાલો આપણે સૌ મળી અને રૂદ્ર એવા ભગવાન શ્રી શંકરના શરણે જઈએ. જે આનું યોગ્ય નિરાકરણ કરી શકશે એવો મને પૂરો વિશ્વાસ છે.'

આ પ્રમાણસઃ બ્રહ્માજી અને દેવતાઓ તથા દાનવો સૌ સાથે મળી અને ભગવાન શ્રી શંકરના શરણે ગયા. તેમના પાસે કૈલાસમાં જઈ અને સૌ સાથે મળી અને શિવજીની સ્તૃતિ કરવા માંડી. તેમાંય બ્રહ્માજીએ તો ખૂબ જ સારી રીતે શિવજીની સ્તુતિ કરી.

ત્યારે, શિવજીએ તેમને આવવાનું કારણ પુછ્યું. ત્યારે બ્રાહ્મણએ બનેલી પૂરી ઘટનાનું વર્ણન શિવજી પાસે કર્યું અને શિવજીને તે ઝેર પીવા માટે સૌએ વિનંતી કરી અને કહ્યું, હે દયાના સાગર, આપ તો જગતનું કલ્યાણ કરનારા છો. આજે આ કાતિલ હળાહળ ઝેર જો વધુ સમય રહેશે તો તેનાથી સમગ્ર જગતને અસર થશે. તેના લીધે મોટો વિનાશ થશે. માટે પ્રભુ વહેલી તકે તેનું પાન કરી અને જગતનું કલ્યાણ કરો. હે નાથ, આ ઝેરને તમારા સિવાય બીજો કોઈપણ સાચવી શકે તેવા આ જગતમાં નથી.

આમ, વારંવાર વિનંતી કરતા બ્રહ્માજી તથા દેવો અને દાનવોને જોઈ અને દયાના સાગર ભોળાનાથ તો એ ઝેરનું પાન કરવા માટે તત્પર બની ગયા.

ભગવાન શ્રી શિવજીએ જ્યારે કાતિલ ઝેર ગટગટાવ્યું ત્યારે તે પેટમાં ન ઉતરતા કાયમને માટે ગળામાં ધારણ કર્યું. જેથી તેમના ગળાનો ભાગ નીલો થઈ ગયો. જેને કારણે ભગવાન શ્રી શિવજી જગતમાં નિલકંઠ મહાદેવના નામે પ્રસિદ્ધ થયા.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh