Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
ડિવાઈડરની કટમાંથી નીકળેલા બાઈકને મોટરની ટક્કરઃ
જામનગર તા. ૨૮: ખંભાળિયાના બેહ ગામ પાસે ગઈકાલે સવારે એક બાઈકચાલકને મોટરે ઠોકર મારતા ઘવાયેલા ભાતેલ ગામના બાઈકચાલકનું ગંભીર ઈજા થવાથી મૃત્યુ નિપજ્યું છે. જ્યારે ગોકુલનગર નજીક સાંઢીયા પુલ પાસે ડિવાઈડરની કટમાંથી નીકળતા બાઈકને એક મોટરે ઠોકર મારી અકસ્માત સર્જયો હતો.
ખંભાળિયા તાલુકાના ભાતેલ ગામના ગંભીરસિંહ રાઠોડ નામના પ્રૌઢ ગઈકાલે સવારે પોતાના ગામથી જીજે-૧૦-આર ૧૫૫૬ નંબરના મોટરસાયકલમાં પેટ્રોલ ભરાવવા માટે નીકળ્યા હતા.
તેઓ જ્યારે બેહ ગામના પાટીયા પાસે પહોંચ્યા ત્યારે જીજે-૩૬-એસી ૮૦૧૭ નંબરની અર્ટીગા મોટરે તેઓને ઠોકર મારીને પછાડયા હતા. આ અકસ્માતમાં માથા સહિતના શરીરના અન્ય ભાગોમાં ગંભીર ઈજા પામેલા ગંભીરસિંહનું મૃત્યુ નિપજ્યું છે. તેમના પુત્ર શક્તિસિંહ રાઠોડે પોલીસમાં ફરિયાદ નોંધાવી છે.
જામનગર-ખંભાળિયા ધોરીમાર્ગ પર આવેલા બેડ ગામમાં રહેતા દિનેશભાઈ સવજીભાઈ કટેશીયા નામના યુવાન ભાઈબીજની સાંજે સાડા ચારેક વાગ્યે પોતાના માસાના ઘેર ગોકુલનગર નજીકના સરદારનગર તરફ જતા હતા ત્યારે તેઓએ પોતાનું જીજે-૧૦-સીડી ૧૬૯૬ નંબરનું મોટરસાયકલ ગોકુલનગર જકાતનાકા રોડ પર ડિવાઇડરના કટમાંથી બહાર કાઢ્યું ત્યારે જ જીજે-૧૪-બીએ ૬૭૯૧ નંબરની મોટર પુરપાટ ઝડપે ધસી આવી હતી. તે મોટરના ચાલકે દિનેશભાઈને હડફેટે લેતા ફ્રેકચર સહિતની ઈજા પામેલા યુવાનને સારવારમાં ખસેડવામાં આવ્યા છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial