Advertisement
Author: નોબત સમાચાર

ગરીબનગર પાણાખાણમાં મોડીરાત્રે ગંજીપાનાથી જુગાર રમતા ચાર ઝબ્બે

આરંભડામાં તીનપત્તી રમતા બે પકડાયાઃ

                                                                                                                                                                                                      

જામનગર તા. ૩૧: જામનગરના બેડી નજીકના ગરીબનગર પાણાખાણમાં ગઈરાત્રે ગંજીપાનાથી જુગાર રમતા ચાર શખ્સ પોલીસના દરોડામાં પકડાયા છે. જ્યારે ઓખામંડળના આરંભડામાં તીનપત્તી રમતા બે શખ્સની પોલીસે ધરપકડ કરી છે.

જામનગરના ગરીબનગર પાણાખાણ વિસ્તારમાં ગઈરાત્રે જુગાર રમાતો હોવાની બાતમી પરથી સિટી બી ડિવિઝનના સ્ટાફે એક વાગ્યે ત્યાં દરોડો પાડ્યો હતો. એક ઓઈલ મીલ પાસે જાહેરમાં ગંજીપાના વડે જુગાર રમતા સમીર સાદીક બાબવાણી, હુસેન ઈશાભાઈ પતરા, રમઝાન ઓસમાણ સફીયા, તોયુમ સાદીક બાબવાણી નામના ચાર શખ્સ ઝડપાઈ ગયા હતા. પટમાંથી રૂ।.૧૦૮૦ રોકડા અને ગંજીપાના કબજે કરવામાં આવ્યા છે.

ઓખામંડળના મીઠાપુર પાસે આરંભડામાં ગઈકાલે સાંજે તીનપત્તી રમતા હરીશભા ડંુગરભા માણેક, વાલાભા બાબુભા હાથલ નામના બે શખ્સ પોલીસના દરોડામાં ઝડપાયા છે. પટમાંથી રૂ।.૫૬૪૦ કબજે કરવામાં આવ્યા છે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh