Advertisement
Author: નોબત સમાચાર

જામજોધપુરમાંથી રોટાવેટરની થયેલી ચોરી અંગે ચાર શખ્સને પકડી પાડતી સ્થાનિક પોલીસ

રોટાવેટર તથા ચોરીમાં વાપરેલું ટ્રેક્ટર કબજેઃ

                                                                                                                                                                                                      

જામનગર તા. ૯: જામજોધપુર શહેરમાંથી ચારેક દિવસ પહેલાં લાલપુરના આસામીના રૂ।.૧ લાખ ૩૭ હજારના રોટાવેટરની ચોરી થઈ ગઈ હતી. તેની તપાસમાં પોલીસે ચાર શખ્સને રોટાવેટર તથા ચોરીના કામમાં વાપરેલા ટ્રેક્ટર સાથે પકડી પાડી મુદ્દામાલ કબજે કર્યાે છે.

લાલપુર શહેરમાં પારેખ બાગ પાસે રહેતા પ્રફુલભાઈ સામતભાઈ જોગલ નામના આસામીએ ગયા રવિવારે પોતાનું રૂ।.સવા લાખથી વધુની કિંમતનું રોટાવેટર મશીન જામજોધપુર શહેરમાં ગીંગણી રોડ પર કોલેજ નજીક મુકાવ્યું હતું. ત્યાંથી સોમવારની સવાર સુધીમાં આ મશીનની ચોરી થઈ ગઈ હતી.

ઉપરોક્ત બાબતની જામજોધપુર પોલીસ મથકમાં ફરિયાદ કરવામાં આવ્યા પછી સ્થાનિક પોલીસ અધિકારી એન.બી. ચૌહાણ તથા સ્ટાફ દ્વારા તપાસ કરાઈ રહી હતી. જેમાં જીજે-૭-ડીડી ૪૦૪૦ નંબરના ટ્રેક્ટરમાં ઉપરોક્ત મશીન ભરી જવાયાની અને તે ટ્રેક્ટર સાથે ચાર શખ્સ જઈ રહ્યાની બાતમી મળી હતી.

બાતમીના આધારે પોલીસે વોચ ગોઠવી જામજોધપુરના જામવાડી ગામના અભય સુભાષભાઈ ભડાણીયા, વનાણા ગામના મયુર ગોવિંદભાઈ બારીયા, ભાણવડના કૃષ્ણગઢના વિજય વરવાભાઈ વરૂ તથા જામજોધપુરના વિશાલ નિલેશભાઈ કણસાગરા નામના ચાર શખ્સને દબોચી લેવામાં આવ્યા હતા. આ શખ્સો પાસેથી ટ્રેક્ટર તથા ચોરાઉ મશીન કબજે કરી પોલીસે ચારેયની ધરપકડ કરી છે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh