Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
ડોનાલ્ડ ટ્રમ્પની ડંફાસ ડિક્લેરેશન?
વોશિંગ્ટન તા. રપઃ ઈરાન સાથે જંગ જીતી લીધાનો દાવો કરતા અમેરિકાના રાષ્ટરપતિ ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું છે કે, ઈરાનનું નૌકાદળ અને વાયુદળ સંપૂર્ણ રીતે નાશ પામ્યું છે, અને હવે ઈરાન સમજુતી કરવા માંગે છે.
અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે દાવો કર્યો છે કે, અમેરિકાએ ઈરાન સાથે યુદ્ધ જીતી લીધું છે. તેમણે કહ્યું કે ઈરાનની નૌકાદળ અને વાયસુના સંપૂર્ણપણે નાશ પામી છે. રાષ્ટ્રપતિ ટ્રમ્પે હોમલેન્ડ સિક્યુરીટી સેક્રેટરીના શપથ ગ્રહણ સમારોહ દરમિયાન આ નિવેદન આપ્યું હતું.
ટ્રમ્પે ચાલુ વાટાઘાટોનો પણ ઉલ્લેખ કર્યો હતો અને દાવો કર્યો હતો કે ઈરાન સોદો કરવા માગે છે. તેમણે એમ પણ કહ્યું હતું કે, તેમની જગ્યાએ કોઈપણ આવું ઈચ્છશે. તેમણે એવો પણ દાવો કર્યો હતો કે ઈરાને એક મોટી ભેટ મોકલી છે, જે તેમને મળી છે.
ટ્રમ્પે કહ્યું હતું કે, તેમની નૌકાદળ નાશ પામી છે, તેમની વાયુસેના નાશ પામી છે, તેમના સંદેશાવ્યવહાર ખતમ થઈ ગયા છે, તેમની પાસે જે કંઈ હતું તે લગભગ ખતમ થઈ ગયું છે. ટ્રમ્પે એમ પણ કહ્યું હતું કે, અમે વાટાઘાટો કરવા માટે શ્રેષ્ઠ સ્થિતિમાં છીએ. ઈરાન પાસે કોઈ નૌકાદળ નથી, કોઈ વાયુસેના નથી અને કોઈ મિસાઈલ સંરક્ષણ નથી. અમેરિકાએ આ યુદ્ધ જીતી લીધું છે.
ટ્રમ્પે એમ પણ કહ્યું કે ઈરાન પાસે કોઈ પરમાણુ શસ્ત્રો રહેશે નહીં, અને દાવો કર્યો કે ઈરાન આ માટે સંમત થયું છે. આપણે જે કંઈ ઈચ્છીએ છીએ તેને નિયંત્રિત કરી શકીએ છીએ. તેમની પાસે ચોક્કસ વસ્તુઓ હોઈ શકતી નથી. શરૂઆત તેમની પાસે પરમાણુ શસ્ત્રો ન હોવાથી થાય છે, અને તેઓ તેના માટે સંમત થયા છે. બીજી તરફ વારંવાર બોલીને ફરી જતા ટ્રમ્પે આ અધિકૃત ઘોષણા કરી છે કે ડંફાસો હાંકી રહ્યા છે, તેવી કોમેન્ટો પણ થવા લાગી છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial