Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
દિવાળી-નૂતનવર્ષની એડવાન્સમાં શુભેચ્છાઓ પાઠવાઈઃ અધ્યક્ષસ્થાનેથી પાંચ દરખાસ્તો રજૂ થઈઃ
જામનગર તા. ૧૭: જામનગર મહાનગરપાલિકાની સ્ટેન્ડિંગ કમિટીની બેઠક માં રૂપિયા ૧૯ કરોડ ૫૯ લાખ ના ખર્ચની દરખાસ્તોને મંજૂરી અપાઈ, જેમાં અધ્યક્ષસ્થાનેથી પાંચ દરખાસ્તો મંજૂર કરાઈ.
જામનગર મહાનગરપાલિકાની આજે મળેલી સ્ટેન્ડિંગ કમિટીની બેઠક માં કુલ રૂપિયા ૧૯ કરોડ ૫૯ લાખ ની રકમના જુદાજુદા વિકાસ કામોને મંજૂરી આપવામાં આવી હતી. આ ઉપરાંત પાંચ દરખાસ્ત અધ્યક્ષ સ્થાનેથી રજૂ કરવામાં આવી હતી. જામનગર મહાનગરપાલિકાની સ્ટેન્ડીંગ કમિટીની મિટિંગ તા. ૧૬-૧૦-૨૦૨૫ ના રોજ નિલેશ બી. કગથરા ના અધ્યક્ષસ્થાને મળેલ હતી. તેમાં કુલ ૧૧ સભ્યો ઉપરાંત ડે. મેયર ક્રિષ્નાબેન સોઢા, કમિશ્નર ડી.એન.મોદી, ડે. કમિશ્નર દેવેન્દ્રસિંહ ઝાલા, સીટી એન્જીનિયર ભાવેશભાઈ જાની, ઇચા. આસી. કમિશ્નરશ્રી (વ.) મુકેશ વરણવા, ઇચા. આસી. કમિશ્નર (ટે.) જીજ્ઞેશ નિર્મલ, વગેરે ઉપસ્થિત રહ્યા હતા
ચેરમેન સ્ટેન્ડીંગ કમિટી નિલેશભાઈ કગથરા દ્વારા મિટિંગ માં દિવાળી તહેવારો નિમિતે શહેરીજનો, પદાધિકારઓ, કોર્પોરેટરઓ, કમિશ્નર તથા વહીવટી પાંખના તમામ અધિકારી-કર્મચારીઓને આવનારૂ નૂતન વર્ષ સૌને સ્વસ્થ-સશક્ત-સમૃદ્ધ-શક્તિ આપનારૃં બની રહે તેવી શુભેચ્છા પાઠવી હતી. જામનગર શહેરમાં વેસ્ટ ઝોન વિસ્તારમાં જાહેરાતના હોર્ડિંગ બોર્ડ લગાવવાના કામ અંગે કમિશ્નર ની અરજન્ટ બીઝનેશ રજુ થયેલ દરખાસ્ત મંજૂર કરવામાં આવી હતી. જેમાં થી રૂ. ૨૪,૧૨,૨૯૫ ની આવક થશે.
જામનગર મહાનગરપાલિકાની માલિકીના સેન્ટ્રલ ઈલે. પોલ પર કિઓસ્ક બોર્ડ લગાવવાના કામ અંગે કમિશ્નર ની અરજન્ટ બીઝનેશ રજુ થયેલ દરખાસ્ત મંજૂર કરવામાં આવી હતી જે માંથી રૂ. ૧૬,૦૯,૩૫૪ ની આવક થશે.
પ્રાઈવેટ સોસાયટી સ્કીમ હેઠળ સફાઈ કામદારો અંગે રૂ. ૩૦,૦૦૦ મંજૂર રાખવામાં આવ્યું હતું
પ્રોવાઈડીંગ એન્ડ સપ્લાઇંગ ઓફ ડી.આઈ. ફલાન્ચ સોકેટ સ્પીગોટ બેન્ડઝ, ટીઝ, રીડયુસરઝ એન્ડ કાસ્ટ આર્યન જોઈન્ટસ ફોર વોટર ડીસ્ટ્રીબ્યુશન નેટવર્ક ઈન જામનગર સીટી એરીયાના કામ માટે રૂ. ૫૫.૬૭ લાખ, કાલાવાડ નાકા બહાર કલ્યાણ ચોક થી એસ.ટી. ડીવીઝન સુધી સેન્ટ્રલ લાઈટીંગ વર્ક કરવાના કામ અંગે રૂ. ૧૧.૧૮ લાખ, જામનગર શહેરના ઈસ્ટ ઝોન (વોર્ડ નં.૯, ૧૦, ૧૧, ૧૨) અને સાઉથ ઝોન (વોર્ડ નં.૧૩, ૧૪, ૧૫, ૧૯) માં ભુગર્ભ ગટરના નેટવર્ક સાથે જોડાયેલ ન હોય તેવી મિલકતોના ભુગર્ભ ગટર નેટવર્ક સાથે જોડાણ કરવાના કામ અંતર્ગત વોર્ડ નં.૧૨ મોરકંડા રોડ સનસીટી-૧ માં ભુગર્ભ ગટરના કામ માટે રૂ. ૧૫.૮૯ લાખ.
જામનગર મહાનગરપાલિકાની પ્રોજેકટ એન્ડ પ્લાનીંગ શાખા હસ્તક અલગ અલગ સિવિલ વર્ક, રોડ વર્ક અને મેઈન્ટેનન્સ વર્ક કરવાના કામ અંગે રૂ. ૮૪.૬૩ લાખ ,
જામનગર મહાનગરપાલિકા હદ વિસ્તાર તથા જાડા વિસ્તારને જોડતી પબ્લિક ટ્રાન્સપોર્ટ સીસ્ટમ અનુસંધાને પી.એમ. ઈ-બસ સેવા અંતર્ગત ઈ-બસ ડેપો અને ઈલેકિટ્રક બસ સંચાલન પ્રોજેકટ મેઈન્ટેનન્સ કરવા તેમજ તેના મેનેજમેન્ટ અન્વયે જુદી-જુદી પોલીસી ફ્રેમ કરવા જેવી કામગીરી સરળતાપુર્વક કરવાના હેતુની બોર્ડ ઓફ ડિરેક્ટસ બનાવવા તથા કંપની તરીકે રજીસ્ટર્ડ કરવાની મંજુરી મળવા તથા તેને આનુસંગિક તમામ કાર્યવાહી કરવાની સતા મ્યુનિસિપલ કમિશ્નર ને આપવાના કામ અંગે કમિશ્નર ની રજુ થયેલ દરખાસ્ત મંજૂર કરી ભલામણ સાથે જનરલ બોર્ડમાં મુકવાનું મંજુર કરવામાં આવ્યું હતું.
રોડ વર્કસ, ટ્રાફીક વર્કસ, બ્યુટીફીકેશન વર્ક, બિલ્ડીંગ વર્કસ, ગાર્ડન વર્કસ એન્ડ મેઈન્ટેનન્સ વર્કના કામે થર્ડ પાર્ટી ઈન્સ્પેકશન કરવાના કામ માટે રૂ. ૧૩.૪૨ લાખ, વોર્ડ નં. ૯, પત્રકાર સોસાયટી અને ક્રિકેટ બંગલા શેરી નં.૧, ૨ અને ૩ તથા તેની આજુ બાજુના વિસ્તારમાં સ્ટ્રોમ વોટર ડ્રેનેજ અને વોટર હાર્વેસ્ટીંગ સીસ્ટમ બનાવવાના કામ અંગે
રૂ. ૧૦૦.૫૪ લાખ, વોર્ડ નં.૯, તળાવની પાળના ઢાળીયા થી સ્પોર્ટસ કોમ્પલેક્ષ થઈ ટાઉનહોલ ગોલાઈ થઈ બેડીના નાકા સુધી સ્ટ્રોમ વોટર ડ્રેનેજ બનાવવાના કામ અંગે રૂ. ૧૮૧.૬૮ લાખ, વોર્ડ નં.૧૧, લાલવાડી વિસ્તાર સરદારનગર સોસાયટી આંતરિક શેરી તથા મેઈન રોડ સી.સી. રોડના (વીથ કલ્વર્ટ/સ્ટ્રોમ/રેઈન વોટર ડ્રેનેજ) કામ અંગે રૂ. ૨૩૩.૨૭ લાખ, શહેરમાં ગો-ગ્રીન યોજના હેઠળ જુદા-જુદા રસ્તાઓ વિગેરેમાં વૃક્ષારોપણનું ત્રણ વર્ષની નિભાવણી સાથેના કામ અંગે રૂ. ૧૪૯.૯૭ લાખ નું ખર્ચ મંજૂર કરવામાં આવ્યું હતું.
રોપાઓની ખરીદી કરવા અંગે કમિશ્નરની રજુ થયેલ દરખાસ્ત રી-ટેન્ડર કરવા નિર્ણય લેવાયો હતો. વોર્ડ નં.૪ માં નાગેશ્વર પાર્ક (નવા નાગના રોડ) વિસ્તાર માં સી.સી. રોડ ના કામ અંગે રૂ. ૩૮.૦૪ લાખ , આઉટ ગ્રોથ એરીયાની ગ્રાન્ટ અંતર્ગત વોર્ડ નં.૧૧, હાપા ઉદ્યોગનગર વિસ્તારમાં સી.સી. રોડના (મુરલીધર ટ્રેકટર પાછળનો વિસ્તાર) કામ અંગે રૂ. ૨૨૭.૬૨ લાખ , વોર્ડ નં.૧૧, ગુલાબનગર રામવાડી ની આંતરિક શેરી ઓ માં સી.સી. રોડ ના કામ અંગે રૂ. ૨૫૨.૩૨ લાખ , વોર્ડ નં.૬, રવિપાર્ક સોસાયટી આંતરિક શેરીઓમાં સી.સી. રોડના કામ અંગે રૂ. ૧૭૯.૨૪ લાખ, વોર્ડ નં.૪, ખડખડનગર મેઈન રોડની પાછળ રોડમાં સી.સી. રોડના કામ માટે રૂ. ૬.૩૮ લાખ, વોર્ડ નં .૪, નાઘેરવાસ રામદેવપીર મંદિરવાળી શેરી માં સી.સી. રોડ/સી.સી. બ્લોકના કામ અંગે રૂ. ૭.૨૫ લાખ, હનુમાન ચોકથી ગોપાલ ચોક સુધી સી.સી. રોડના કામ અંગે રૂ. ૭.૭૯ લાખ, સિવિલ સેન્ટ્રલ ઝોન (વોર્ડ નં. ૫) વિસ્તારમાં ખાનગી સોસાયટીઓમાં, ગુજરાત હાઉસીંગ બોર્ડની વસાહતોમાં તથા અન્ય રહેણાંક વિસ્તારોમાં લોકભાગીદારીથી માળખાકીય સુવિધાઓની વિકાસની યોજના અંતર્ગત સી.સી. રોડ/સી.સી. બ્લોક (પેવર બ્લોક) ના કામ અંગે રૂ. ૧૨૫ લાખ, કેબલ ટી.વી./મનોરંજન કર/વ્યવસાય વેરા ગ્રાન્ટ (સ્વભંડોળ) અન્વયે સિવિલ શાખા સેન્ટ્રલ ઝોન (વોર્ડ નં.૫, ૯, ૧૩ અને ૧૪) માં વોટર વર્કસ શાખા ધ્વારા કરવામાં આવેલ ટ્રેન્ચમાં સી.સી. પેચવર્ક (સી.સી. ચરેડા) ના કામ અંગે રૂ. ૧૯.૯૫ લાખ, વોર્ડ નંબર ૨, ૩ અને ૪ માં વોટર વર્કસ શાખા દ્વારા કરવામાં આવેલ ટ્રેન્ચમાં (સી.સી. ચરેડા) ના કામ અંગે પણ રૂ. ૧૯.૯૫ લાખ ના ખર્ચ ને મંજુરી આપવામાં આવી હતી. વોર્ડ નં. ૪, નવાગામ ઘેડ, વિમલપાર્કમાં આંતરિક શેરીઓમાં રોડની બંને બાજુ સી.સી. બ્લોકના કામ અંગે રૂ. ૧૯.૭૨ લાખ , ૨૬ મી જાન્યુઆરી ૨૦૨૫ રાષ્ટ્રીય પર્વની ઉજવણી યોજના વર્ષ ૨૦૨૪-૨૫ ની ૧૦૦ ટકા ગ્રાન્ટ અંતર્ગત વોર્ડ નં.૧૧ સરદાર પાર્ક - ૪ માં આંગણવાડી કમ્પાઉન્ડ વોલ તથા પેવર બ્લોક બનાવવાના કામ અંગે રૂ. ૭.૫૦ લાખ,.વોર્ડ નં.૫ માં ડી.કે.વી. રોડ નવલભાઈ મીઠાઈવાળાની દુકાન પાસેથી આયુર્વેદિક યુનિર્વસીટી રોડ *વાય - શેપ* સી.સી. રોડ ના બનાવવાનું કામ તથા રોડની બંને બાજુ સી.સી. બ્લોક ના કામ અંગે રૂ. ૧૩૧.૬૩ લાખ, સિવિલ સેન્ટ્રલ ઝોન (વોર્ડ નં.૫, ૯, ૧૩ અને ૧૪) માં સ્ટ્રેંધનિંગ એન્ડ અપગ્રેડેશન ઓફ ગટર વર્કસના કામ અંગે રૂ. ૧૫ લાખ, સિવિલ વેસ્ટ ઝોન (વોર્ડ નં.૧, ૬ અને ૭) માં સ્ટ્રેનધનિગ એન્ડ અપગ્રેડેશન ઓફ રોડ વર્કસ (મેટલ, મોરમ, ગ્રીટ સપ્લાય કરી પાથરી આપવાનું કામ) ના કામ માટે રૂ. ૭.૫૦ લાખ ના ખર્ચ ને મંજુર કરવામાં આવ્યું હતું. સિવિલ સેન્ટ્રલ ઝોન (વોર્ડ નં.૫, ૯, ૧૩ અને ૧૪) માં સ્ટ્રેન્ધનીંગ એન્ડ અપગ્રેડેશન ઓફ બિલ્ડીંગ વર્કસના કામ અંગે રૂ. ૧૦ લાખ ,. સિવિલ સેન્ટ્રલ ઝોન (વોર્ડ નં.૫, ૯, ૧૩ અને ૧૪) માં સ્ટ્રેન્ધનીંગ એન્ડ અપગ્ર ેડેશન ઓફ ટ્રાફીક વર્કસના કામ માટે રૂ. પ લાખ અને સિવિલ ઈસ્ટ ઝોન (વોર્ડ નં.૧૦, ૧૧ અને ૧૨) માં નંદધ૨ (આંગણવાડી કેન્દ્ર) બનાવવાના કામ માટે રૂ. ૧૭.૩૦ લાખ મંજુર કરવામાં આવ્યા હતા.
આ ઉપરાંત પાંચ દરખાસ્ત અધ્યક્ષ સ્થાને થી રજૂ કરવામાં આવી હતી જેમાં સ્ટાન્ડર્ડ ઓપરેટીંગ પ્રોસીઝર (એસ.ઓ.પી.) ફોર ઈમ્પ્લેમેન્ટેશન ઓફ એનીમલ બર્થ કન્ટ્રોલ પોગ્રામ પોલિસી તરીકે ફ્રેમવર્ક કરવા ,
શહેરમાં ગ્રીન કવરની કામગીરી અંતર્ગત અર્બન ગ્રીનીંગ પોલિસી ફ્રેમવર્ક કરવા , વારસાગત બાંધકામોના સંરક્ષણ હેઠળ જામનગર શહેરના ઐતિહાસિક સ્મારકોની જાળવણી અંગેની કાર્યપદ્ધતિને હેરીટેજ કન્ઝર્વેશન પોલીસી તરીકે ફ્રેમવર્ક કરવા , જામનગર મહાનગરપાલિકા દ્વારા ચાલતા વિવિધ ઈન્ફ્રાસ્ટ્રકચર પ્રોજેકટ અંતર્ગત બાંકામની કાર્યપદ્ધતિને ગુડ કન્સ્ટ્રકશન પેકટીસ પોલીસી તરીકે ફ્રેમવર્ક કરવા અને વરસાદી પાણીના સંગ્રહ અને ગ્રાઉન્ડ વોટર રીચાર્જ કરવા અંગેની કાર્યપદ્ધતિને રેઈન વોટર હાર્વેસ્ટિંગ પોલિસી તરીકે ફ્રેમવર્ક કરવા અંગે કમિશ્નર ની રજુ થયેલ દરખાસ્ત અન્વયે દરખાસ્ત ની વિગતે સ્ટાન્ડર્ડ ઓપરેટીંગ પ્રોસીઝર અન્વયે કાર્યપધ્ધતિ ને પોલીસી તરીકે ફ્રેમવર્ક કરવા તેમજ રાજય સરકારમાં મંજુરી માટે રજુ કરવા ભલામણ સાથે જનરલ બોર્ડમાં મુકવાનું મંજુર કરવામાં આવ્યું હતું.તથા
સ્વદેશી મેળા (શોપીંગ ફેસ્ટીવલ) માટે ડોમ તથા મંડપના કામનું રૂ. ૧૫.૬૦ લાખ મંજુર કરાયું હતું.આમ આજ ની બેઠક માં કુલ રૂ. ૧૯ કરોડ ૫૯ લાખના ખર્ચની દરખાસ્તોને મંજૂરી આપવામાં આવી હતી.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial