Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
જાહેર અગત્યની બાબતે વિધાનસભામાં કૃષિમંત્રીનું નિવેદન
ગાંધીનગર તા. ૧૨ (જીતેન્દ્ર ભટ્ટ દ્વારા)ઃ ગુજરાત વિધાનસભામાં જાહેર અગત્યની બાબતે નિવેદન આપતા કૃષિમંત્રી રાઘવજીભાઈ પટેલે જણાવ્યુ હતું કે, ભારત એક કૃષિપ્રધાન દેશ છે જ્યાં મોટા ભાગના લોકોનો જીવનનિર્વાહ ખેતી પર આધારિત છે. ખેતીમાં ઉત્પાદન ખર્ચ અને નફો વચ્ચેનું સંતુલન જાળવવું જરૂ.રી છે. આ પરિસ્થિતિમાં જી.એસ.ટી.નો દર ઘટે ત્યારે કૃષિ ક્ષેત્ર પર સીધી તથા પરોક્ષ રીતે સકારાત્મક અસરો જોવા મળે છે.
વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના વડપણ હેઠળની ભારત સરકાર દ્વારા તા.૦૩-૦૯-૨૦૨૫ના જી.એસ.ટી રીફોર્મ્સ દ્વારા દેશ અને રાજ્યની પ્રજાને ખૂબ મોટી રાહત આપવામાં આવી છે. જેનાથી કૃષિ ક્ષેત્રને ફાયદો થનાર છે. તેમ વિધાનસભા ગૃહમાં કૃષિ પ્રધાન રાઘવજીભાઈ પટેલે જણાવ્યુ હતું.
કૃષિ ક્ષેત્રના ખૂબ જ અગત્યના ઘટક એવા યાંત્રિકીકરણ માટે ભારત સરકારે અગાઉ લેવામાં આવતા ટ્રેક્ટર પરના ૧૨% જીએસટી દર ઘટાડી પ% કરવામાં આવેલા છે. તે જ રીતે ટ્રેક્ટર ટાયર્સ અને તેના પાર્ટ્સ પર લેવામાં આવતા ૧૮% જીએસટી દરને ઘટાડી પ% કરવામાં આવ્યા છે. જેના પરિણામે ટ્રેક્ટરની કિંમતમાં ઘટાડો થશે.
આ નિર્ણયથી ખેડુતોને ટ્રેક્ટર ખરીદી માટે રાજય સરકારની ૧ લાખ રૂ.પિયા સબસીડી ઉપરાંત અંદાજીત બીજા ૩૫ હજાર થી ૪૫ હજાર રૂ.પિયા જેટલો ફાયદો થશે. જેથી ખેડૂતોને કેન્દ્ર સરકારના આ નિર્ણયના લાભને કારણે અંદાજીત દોઢ લાખ રૂ.પિયા જેટલો ફાયદો થશે.
તે જ રીતે કૃષિ યાંત્રિકીકરણ માટે વપરાતા વિવિધ સાધનો અને ઓજારો પર અગાઉ લેવામાં આવતા ૧૨% જીએસટી દરને ઘટાડી પ% કરવામાં આવ્યો છે. જેના કારણે કૃષિ ઓજારો અને સાધનોના ભાવોમાં પણ ઘટાડો થશે. જેથી નાના અને મધ્યમ ખેડૂત માટે પણ ખેત ઓજારો ખરીદવા સરળ બનશે. ખેતીમાં યાંત્રિકીકરણને પ્રોત્સાહન મળશે અને ઉત્પાદન કાર્યક્ષમતામાં વધારો થશે.
ડ્રીપ સિંચાઈ, સ્પ્રિંકલર સિસ્ટમ, સોલાર પમ્પ જેવી નવીન ટેક્નોલોજી ખેતી માટે મહત્વપૂર્ણ છે. સિંચાઈ ક્ષેત્રે સુક્ષ્મ પિયત પદ્ધતિ માટેના જરૂ.રી ડ્રીપ અને સ્પ્રિંકલર સાધનો પર પણ જીએસટીનો દર ૧૨% થી ઘટાડીને ૫% કરવામાં આવેલો છે. કર ઘટાડાથી આ સાધનો સસ્તા થશે. જેના પરિણામે પાણીની બચત થશે અને આધુનિક તથા ટકાઉ ખેતી પદ્ધતિને પ્રોત્સાહન મળશે.
સૂક્ષ્મ પોષક તત્વો અને જૈવિક જંતુનાશક દવાઓ કે જે કૃષિ પર્યાવરણ અને જમીનના રક્ષણ માટે ખૂબ અગત્યના છે. તેના પર પણ અગાઉ લેવામાં આવતા જીએસટી દર ૧૨% થી ઘટાડી ૫% કરવામાં આવ્યો છે. જેથી કૃષિક્ષેત્રે આગામી સમયમાં સૂક્ષ્મ તત્વો અને જૈવિક જંતુનાશક દવાઓના વપરાશને વધુ વેગ મળશે.
રાસાયણિક ખાતર બનાવવા માટે જરૂ.રી એમોનિયા અને સલ્ફ્યુરિક એસિડ પર અગાઉ લેવામાં આવતા ૧૮% જીએસટીને સ્થાને ૫% દર કરવામાં આવ્યો છે, જેને કારણે ઘરઆંગણે રાસાયણિક ખાતરના ઉત્પાદનને વેગ મળશે અને ખેડૂતોને સમયસર અને પૂરતા જથ્થામાં ખાતર ઉપલબ્ધ કરાવવામાં સરળતા પ્રાપ્ત થશે.
મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વમાં રાજ્ય સરકાર કૃષિ યાંત્રિકીકરણને પ્રોત્સાહન આપવા સતત પ્રયત્નશીલ છે. તે માટે દર વર્ષે માતબર રકમની બજેટ જોગવાઈ કરવામાં આવે છે. ચાલુ વર્ષે ૧૩૯૦ કરોડ જેટલી માતબર રકમની જોગવાઈ અંતર્ગત સહાય માટે અરજી કરનાર ખેડૂતોને ટ્રેક્ટર અને કૃષિ સાધનો/ઓજારો ખરીદવા માટે કૃષિ વિભાગ દ્વારા મંજૂરી આપવામાં આવેલી છે.
ભારત સરકારશ્રી દ્વારા જાહેર કરવામાં આવેલ જીએસટીના દરમાં ઘટાડાની અમલની તારીખ ૨૨ સપ્ટેમ્બર, ૨૦૨૫ રાખવામાં આવેલ છે. આ સંજોગોમાં રાજ્યના ખેડૂતોને નવા જીએસટી દરોનો લાભ મળી રહે તે માટે કૃષિ યાંત્રિકીકરણ સહાય યોજનાઓ હેઠળ રાજ્યના જે ખેડૂતોને ટ્રેક્ટર, ખેત ઓજારો અને ખેત સાધન ખરીદી માટે મંજુરી આપવામાં આવેલી છે. તે પૈકી જે ખેડૂતો માટે ખરીદીની સમય મર્યાદા તારીખ ૨૨ સપ્ટેમ્બર ૨૦૨૫ પહેલા પૂર્ણ થવામાં છે, અથવા ખરીદીની સમય મર્યાદા પૂર્ણ થયેલ છે તેવા ખેડૂતોની રજૂઆત પરત્વે ખરીદી માટે તારીખ ૨૨ સપ્ટેમ્બર ૨૦૨૫ થી ૩૦ દિવસની સમયમર્યાદા લંબાવી આપવામાં આવે છે.
આ નિર્ણયથી અંદાજીત એક લાખ જેટલા ખેડૂતોને ખરીદીની તક મળવા સાથે જીએસટી દરમાં સુધારાનો મહત્તમ ૩૫ થી ૪૫ હજાર જેટલો નાણાકીય લાભ મળશે. જેની સૌ ખેડૂતોને જાણ કરવા નમ્ર અપીલ કરી રહૃાો છુ.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial