Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
ખોડલધામ ટ્રસ્ટ, કાગવડ તથા ખોડલધામ સમિતિ દ્વારા
જામનગર તા.૨૧: ખોડલધામ ટ્રસ્ટ - કાગવડ અને ખોડલધામ સમિતિ કાલાવડના સંયુક્ત ઉપક્રમે કાલાવડ તાલુકાના પશ્ચિમ ઝોનના કુલ બાવીસ ગામોમાં તા.૨૧/૩ થી ૨૫/૩ દરમિયાન માં ખોડલ રથયાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે. આ યાત્રા ધાર્મિકતા ઉપરાંત માનવસેવા અને સમાજ કલ્યાણના ઉદ્દેશ સાથે પણ જોડાયેલી છે, કારણ કે આ સમગ્ર આયોજન ખોડલધામ કેન્સર હોસ્પિટલ એન્ડ રિસર્ચ સેન્ટરના જ લાભાર્થે કરવામાં આવી રહૃાું છે.
યાત્રાનો પ્રારંભ તા.૨૧ માર્ચના સાંજે ૫ વાગ્યે કરવામાં આવશે અને પ્રથમ રાત્રિ રોકાણ નાની વાવડીમાં રહેશે. તા.૨૨ ના રવિવારે રથયાત્રા નાની વાવડીથી આગળ વધી લક્ષ્મીપુર , મોટી ભગેડી , નાની ભગેડી , દાવલી અને મોરવાડી થઈને લાલોઈ પહોંચશે અને ત્યાં રાત્રિ રોકાણ કરશે. તા.૨૩ ના સોમવારે આ યાત્રા લાલોઈથી ચેલાબેડી , રામપર , રવેશિયા , નાની ભલસાણ સહીતના ગામમાં થઇને બેરાજા પહોંચશે જ્યાં રાત્રિ રોકાણ કરવામાં આવશે. તા.૨૪ના મંગળવારે રથયાત્રા બેરાજાથી આગળ વધી સરાપાદર, બાંગા, કૃષ્ણપુર, ગોલણીયા અને નાગપુર થઈને ખાનકોટડામાં રોકાશે. તા.૨૫ ના બુધવારે રથયાત્રા ખાનકોટડાથી મોટી માટલી, ખંઢેરા થઈને બાદનપર પહોંચશે જયાં રથયાત્રા પૂર્ણ થશે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial