Advertisement
Author: નોબત સમાચાર

જામનગરમાં કચરા ગાડીના ડ્રાઈવરો લાયસન્સ વગર જ ચલાવે છે વાહનો!

મહનગરપાલિકાની કોન્ટ્રાક્ટ પેઢીના

                                                                                                                                                                                                      

જામનગર તા. ૧૬: જામનગર મહાનગર પાલિકાની સોલીડ શાખા હસ્તક ચાલતા, કચરો લેવા જતા વાહનોના અનેક ડ્રાઈવરો પાસે લાયસન્સ નથી અને તેઓ અવારનવાર અકસ્માતો કરી રહ્યા છે. તાજેતરમાં થયેલા વાહન અકસ્માતના બનાવમાં આ બાબતનો ભાંડો ફુટ્યો હતો.

જામનગરમાં ગુલાબનગર માર્ગે સેવા સદન નજીક થોડા દિવસ પહેલા એક સરકારી વાહન અને કચરાના વાહન વચ્ચે અકસ્માત થયો હતો, આથી સરકારી વાહનમાં મુસાફરી કરતા અધિકારીએ કચરા ગાડીના વાહન ચાલક પાસે ડ્રાઈવીંગ લાયસન્સની માગણી કરતા પ્રકાશમાં આવ્યું હતું કે, તેની પાસે તો વાહન ચલાવવાનું લાયસન્સ જ નથી.

આ પછી તપાસ કરતા જાણમાં આવ્યું હતું કે, અનેક કચરા ગાડીના ડ્રાઈવરો લાયસન્સ વગર જ વાહન ચલાવી રહ્યા છે.

હવે જોવાનું એ રહે છે કે મહાનગરપાલિકાના ઉચ્ચ અધિકારીઓ આ કોન્ટ્રાક્ટર પેઢી સામે પગલાં ભરે છે કે કેમ?

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh