Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
ઈજિપ્ત, તુર્કી અને પાકિસ્તાન દ્વારા મધ્યસ્થી ?
નવી દિલ્હી તા. ૬: મધ્ય-પૂર્વમાં શાંતિની આશા જાગી છે. અમેરિકા-ઈરાન વચ્ચે ૪૫ દિવસના 'સીઝ ફાયર' મુદ્ે ચર્ચા થયાનો દાવો કરાઈ રહ્યો છે.
એક તરફ અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પની મંગળવાર સાંજની અંતિમ (ડેડલાઈન) તોળાઈ રહી છે, ત્યારે બીજી તરફ પડદા પાછળ યુદ્ધ રોકવા માટેના આખરી પ્રયાસો તેજ થયા છે.
એક્સિયોસના અહેવાલ મુજબ, અમેરિકા અને ઈરાન વચ્ચે ૪૫ દિવસના કામચલાઉ સીઝફાયર (સંઘર્ષ વિરામ) માટે ગંભીર ચર્ચા ચાલી રહી છે. જંગના ૩૩મા દિવસે શાંતિ પ્રસ્તાવ પર પાકિસ્તાન, ઇજિપ્ત અને તુર્કી મધ્યસ્થી કરી રહૃાા છે.
ટ્રમ્પના દૂત સ્ટીવ વિટકોફ અને ઈરાની વિદેશ મંત્રી અબ્બાસ અરાઘચી વચ્ચે સીધો મેસેજ વ્યવહાર થયો હોવાનો દાવો કરાયો છે. સૂત્રોના જણાવ્યા મુજબ, આ સીઝફાયર બે તબક્કામાં હોઈ શકે છે પ્રથમ તબક્કામાં ૪૫ દિવસનો યુદ્ધવિરામ, જે દરમિયાન કાયમી શાંતિ સ્થાપવા માટેની શરતો પર ચર્ચા થશે. જો જરૂર પડે તો આ સમયગાળો વધારી પણ શકાય છે. જયારે બીજા તબક્કામાં યુદ્ધનો કાયમી અંત લાવવા માટેનો કરાર. જેમાં હોર્મુઝની સામુદ્રધુની સંપૂર્ણપણે ખોલવી અને ઈરાનના યુરેનિયમ સંવર્ધનના નિકાલ જેવા જટિલ મુદ્દાઓનો ઉકેલ લાવવામાં આવશે.
આ શાંતિ વાટાઘાટો વચ્ચે પણ ટ્રમ્પ પોતાનો આક્રમક વલણ છોડવા તૈયાર નથી. તેમણે સ્પષ્ટ કર્યું છે કે જો મંગળવાર રાત સુધીમાં હોર્મુઝનો માર્ગ નહીં ખુલે, તો ઈરાનના પાવર પ્લાન્ટ્સ અને પુલો પર અત્યાર સુધીનો સૌથી મોટો હુમલો કરવામાં આવશે.
ટ્રમ્પ પ્રશાસને ઈરાનને અનેક દરખાસ્તો મોકલી છે, પરંતુ ઈરાની અધિકારીઓએ હજુ સુધી તેને સત્તાવાર રીતે સ્વીકારી નથી. ઈરાનના રિવોલ્યુશનરી ગાર્ડ્સ (આઈઆરજીસી) એ રવિવારે ચેતવણી આપી છે કે ફારસની ખાડીમાં હવે નવી સુરક્ષા વ્યવસ્થા બની રહી છે અને હોર્મુઝનો માર્ગ હવે પહેલા જેવો રહેશે નહીં.
ઈરાનના આ કડક વલણને કારણે જ વૈશ્વિક બજારમાં ક્રૂડ ઓઈલના ભાવ ૧૧૦ ને પાર કરી ગયા છે. જો આગામી ૪૮ કલાકમાં આ ૪૫ દિવસના સીઝફાયર પર મહોર વાગી જાય છે, તો વિશ્વ અર્થતંત્રને મોટી રાહત મળશે. ખાસ કરીને ભારત જેવા દેશો માટે આ ખૂબ મહત્ત્વનું છે, કારણ કે હોર્મુઝની નાકેબંધી સીધી રીતે ભારતના ઉર્જા પુરવઠાને અસર કરી રહી છે.
બીજી તરફ, ઈરાને પણ ટ્રમ્પની આ ધમકીઓને હળવાશથી લીધી નથી. ઈરાની સંસદના સ્પીકર એમ.બી. ગાલિબાફે ટ્રમ્પના નિવેદનોને ફગાવી દેતા વળતો પ્રહાર કર્યો છે. તેમણે સ્પષ્ટ શબ્દોમાં જણાવ્યું છે કે યુદ્ધ અપરાધો અને ધમકીઓથી અમેરિકાને કંઈ જ હાંસલ થવાનું નથી. ગાલિબાફે ઉમેર્યુ કે આ ખતરનાક રમતનો એકમાત્ર ઉકેલ એ છે કે અમેરિકા ઈરાની લોકોના અધિકારોનું સન્માન કરે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial