Advertisement
Author: નોબત સમાચાર

શક્તિ દળ સેવા ટ્રસ્ટ દ્વારા ચામુંડા ગરબી મંડળની બાળાઓને લ્હાણી વિતરણ

જામનગરમાં ગુરૂદ્વારા સર્કલ નજીક છેલ્લા ૧૦ વર્ષથી કોઈપણ જાતની ફી વગર માતાજીના ગવાય છે ગરબાઃ

                                                                                                                                                                                                      

જામનગરમાં છેલ્લા ઘણાં દાયકાઓથી વિવિધ નાની-મોટી અવિરત સેવાકિય પ્રવૃતિઓ કરતા શ્રી શક્તિ દળ સેવા ટ્રસ્ટ દ્વારા નવરાત્રી પર્વ દરમ્યાન તાજેતરમાં શહેરના ગુરૂદ્વારા સર્કલ પાસે, રીમ હોસ્પિટલ નજીક આવેલા નીતા ટ્રાવેલ્સની સામે છેલ્લા ૧૭ વર્ષથી આયોજીત અને કોઇપણ ફી વગર સંપૂર્ણપણે વિનામૂલ્યે યોજાતી ચામુંડા ગરબી મંડળની પચાસેક જેટલી બાળાઓને લ્હાણી તથા નાસ્તાનું વિતરણ કરવામાં આવ્યું હતું. આ લ્હાણી-નાસ્તા વિતરણ સમયે સૌપ્રથમ ચામુંડા ગરબી મંડળના આયોજકો સર્વ શ્રી રાજેશભાઇ પરમાર, ગીતાબેન પરમાર અને પારૂલબેન પરમાર દ્વારા શ્રી શક્તિ દળ સેવા ટ્રસ્ટના હોદ્ેદારો-સભ્યશ્રીઓનું અભિવાદન કરવામાં આવ્યું હતું અને સંસ્થા તરફથી ગરબી મંડળની તમામ બાળાઓને પ્રાપ્ત થનારી લ્હાણી તથા નાસ્તા માટે આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો. જામનગરની મધ્યમાં છેલ્લા ૧૭ વર્ષથી સતત કોઇપણ ચાર્જ વગર ચામુંડા ગરબી મંડળ દ્વારા બાળાઓને રાસ રમાડવામાં આવી રહ્યાં છે. આ વર્ષે જામનગરના શ્રી શક્તિ દળ સેવા ટ્રસ્ટ દ્વારા લ્હાણી વિતરણ કરવામાં આવી હતી. જેમાં શ્રી શક્તિ દળ સેવા ટ્રસ્ટના પ્રમુખ દર્શકભાઇ માધવાણી, ઉપપ્રમુખ પ્રો. હસમુખભાઇ પડીઆ, મંત્રી ગીતાબેન સાવલા, દિલીપભાઇ સાવલા, ખજાનચી એમ. યુ. ઝવેરી, પરેશભાઇ રૂપારેલ, કમલભાઇ વ્યાસ, કિશોરભાઇ રાજાણી, વિઠ્ઠલભાઇ ધોળકીયા, સતિષભાઇ ભટ્ટ, કિર્તીબેન માધવાણી, વૈશાલીબેન માધવાણી, ડો. કલ્પનાબેન ખંઢેરીયા વિગેરેની ઉપસ્થિતિ રહી હતી અને તેઓના હસ્તે ગરબી મંડળની વિવિધ રાસ રમતી તમામ બાળાઓને લ્હાણી તથા નાસ્તાનું વિતરણ કરવામાં આવ્યું હતુ. આ તકે ગરબી મંડળની તમામ બાળાઓને નાસ્તો કમલભાઇ વ્યાસ (નવલભાઇ મીઠાઇવાલા)ના સહયોગથી આપવામાં આવ્યો હતો તે વેળાની તસ્વીરો.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh