Advertisement
Author: નોબત સમાચાર

ગૌમાંસના કેસ અંગેની બાતમી આપ્યાની શંકાથી રૂપેણ બંદર પર યુવકને છરી હુલાવાઈ

પાંચ શખ્સે આડેધડ ઘા ઝીંકી દીધાઃ

                                                                                                                                                                                                      

દ્વારકા તા. ૭: દ્વારકાના રૂપેણ બંદર પર રહેતા એક યુવાન પર ગૌમાંસ વિશે પોલીસે કરેલા કેસમાં પોલીસને બાતમી આપવાની શંકા પરથી પાંચ શખસે છરી વડે હુમલો કરી ઈજા પહોંચાડતા પોલીસ દોડી ગઈ છે અને ગુન્હો નોંધી આરોપીઓની ધરપકડ માટે ચક્રો ગતિમન કરાયા છે.

દ્વારકા-ઓખા માર્ગ પર આવેલા રૂપેણ બંદર પર વસવાટ કરતા જેનુસ લુચાણી નામના યુવાનને ગઈકાલે પાંચ શખ્સે રસ્તામાં રોકી લઈ તારા ભાઈએ ગૌમાંસ અંગેની અમારી બાતમી પોલીસને આપી હતી. તેમ કહી રોષ ઠાલવ્યા પછી હુમલો કરી દીધો હતો અને આ શખ્સોએ જેનુસ પર છરીના ઘા ઝીંક્યા હતા.

લોહીલુહાણ બની ગયેલા જેનુસને સારવાર માટે સ્થાનિક પોલીસમાં ખસેડવામાં આવ્યો છે. બનાવની જાણ થતાં પોલીસ કાફલો હોસ્પિટલ તથા બનાવ સ્થળે દોડી ગયો હતો. કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે પોલીસે પેટ્રોલિંગ વધાર્યું છે અને પાંચેય હુમલાખોર વિરૂદ્ધ ગુન્હો નોંધી તેઓને દબોચી લેવા તજવીજ આરંભી છે.

ઉલ્લેખનીય છે કે, થોડા દિવસ પહેલા દ્વારકા પોલીસે રૂપેણ બંદર પરથી ગૌમાંસ ઝડપી લીધા પછી ગુન્હો નોંધી કેટલાક આરોપીઓની ધરપકડ કરી હતી. તે પછી આ બનાવના ભોગ બનનાર યુવાનના ભાઈએ ગૌમાંસ વિશે પોલીસને બાતમી આપી હોવાની શંકાથી હુમલો કરાયાનું બહાર આવી રહ્યું છે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh