Advertisement
Author: નોબત સમાચાર

શેરબજારમાં પણ યુદ્ધથી તબાહીઃ ૨૨૩૪ શેર ૫૨ સપ્તાહના તળિયેઃ ૫૬ લાખ કરોડ ધોવાયા

વર્ષ-૨૦૨૬ના પ્રારંભથી અત્યાર સુધી સેન્સેકસ-નિફટી ૧૨ ટકા ઘટ્યા

                                                                                                                                                                                                      

મુંબઈ તા. ૩૦: શેરબજારમાં છેલ્લા પર સપ્તાહમાં ભારે કડાકો બોલતા દર બીજો શેર બાવન સપ્તાહના તળિયે છ, જેથી રૂ।. ૫૬ લાખ કરોડ સ્વાહા થઈ ગયા છે. યુદ્ધના ભડકાથી બજાર ચોતરફથી દાઝયું છે અને એકધારૂ ઘટી રહ્યું છે.

પશ્ચિમ એશિયામાં ચાલી રહેલા યુદ્ધે ભારતીય શેરબજારને ભારે હચમચાવી નાખ્યું છે. માર્ચમાં બજારની નબળાઈ એટલી ગંભીર છે કે બોમ્બે સ્ટોક એક્સચેન્જ (બીએસઈ) પર લિસ્ટેડ અડધાથી વધુ શેર એક વર્ષમાં તેમના સૌથી નીચા સ્તરે પહોંચી ગયા હતો. ચિંતાજનક રીતે, પાંચમાંથી એક શેર અત્યાર સુધીના સૌથી નીચા સ્તરે આવી ગયો છે. આ ઘટાડો ફક્ત નાના શેરો પૂરતો મર્યાદિત નથી; વિશ્વસનીય ગણાતા એ અને બી જૂથોના લગભગ ૧,૦૦૦ શેરો પણ પ્રભાવિત થયા છે. બીએસઈ-લિસ્ટેડ કંપનીઓનું કુલ બજાર મૂડીકરણ ૨૦૨૪ માં તેની ટોચથી રૂ।.૫૬ લાખ કરોડ ઘટ્યું છે.

બીએસઈ પર સક્રિય રીતે લિસ્ટેડ ૪,૨૭૦ શેરોમાંથી, ૨,૨૩૪ આ મહિને તેમના ૫૨-અઠવાડિયાના નીચલા સ્તરે આવી ગયા છે. ૨૦૨૬ ની શરૂઆતથી નિફટી અને સેન્સેક્સમાં આશરે ૧૨%નો ઘટાડો થયો છે. વિશ્લેષકો કહે છે કે યુદ્ધને કારણે ક્રૂડ ઓઇલના ઊંચા ભાવ ભારત માટે સૌથી મોટો પડકાર છે. આ ફક્ત ચાલુ ખાતાની ખાધ (સીએડી) ને વિસ્તૃત કરી શકે છે, પરંતુ સરકાર પર સબસિડીનો બોજ પણ લાવી શકે છે, જેનાથી વ્યાપક આર્થિક દબાણ સર્જાઈ શકે છે. ફુગાવામાં વધારો થવાનો ભય પણ રોકાણકારોને બજારમાંથી બહાર કાઢી રહૃાો છે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh