Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
તુલસી જયંતીના દિવસે
જામનગર તા. ર૯: શ્રી કાશિ વિશ્વનાથ મંદિર સ્થિત ગીતા વિદ્યાલયની સ્થપાના ૭પ વર્ષ પહેલા શ્રાવણ સુદ સાતમ-તુલસી જયંતીને દિવસે ભાગવતાચાર્ય પ.પૂ. બ્રહ્મલીન શ્રી મનહરલાલજી મહારાજશ્રીએ કાશીવિશ્વનાથ મંદિરના પટાંગણમાં કરી હતી.
આ વર્ષે સ્થાપના દિન તા. ૩૧-૭-ર૦રપ, ગુરુવારના સાંજે ૬ થી ૮ સંસ્થાના અમૃતવર્ષના સમાપન પ્રસંગે ઉજવવામં આવી રહ્યો છે. આજના દિવસે સંત શ્રી ગોસ્વામી તુલસીદાસજીની જન્મ જયંતી છે.
આ પ્રસંગે ગીતા વિદ્યાલયમાં બાળકો દ્વારા સામૂહિક ગીતાપાઠ, રામચરિત માનસની ચોપાઈ, સ્તોત્રનું પઠન કરવામાં આવશે. સંસ્થાના બાળકો માટે તુલસીદાસજીનું જીવન ચરિત્ર વિશે નિબંધ સ્પર્ધા, રામચરિત માનસની ચોપાઈ કંઠસ્થ સ્પર્ધા, સ્તોત્ર કંઠસ્થ સ્પર્ધા તથા વકતૃત્વ સ્પર્ધાનું આયોજન કરેલ છે. સ્પર્ધાઓમાં ઉત્તીર્ણ થયેલ બાળકોને પ્રોત્સાહન રૂપે ભેટ-ઈનામ તથા પ્રસાદ આપવામાં આવશે.
આ પ્રસંગે મુખ્ય મહેમાન તરીકે ભાગવત કથાકાર શાસ્ત્રી ભરતભાઈ જાની પ્રવચન, પ્રેરક વાતો તથા આશીર્વચન આપશે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial