Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
મૂતરડીના અભાવે લોકો જાહેરમાં લઘુશંકા કરવા મજબૂર!
ખંભાળિયા તા. ૧૬ઃ શહેરમાં શાક માર્કેટ પાસે શહેરની સૌથી મોટી ગણાતી સ્ટેટ બેંક અને સુપરમાર્કેટ જ્યાં આવેલી છે તે વિસ્તારમાં અતિ ગંદકીની સ્થિતિ તથા જ્યાં પ્રમાણમાં રોગોને નિમંત્રણ આપે તેવી સ્થિતિ થઈ હોય, પાલિકા તંત્ર તાકીદે કામગીરી કરે તેવી માગ ઊઠી છે.
શાકમાર્કેટ જવાના ત્રણ દરવાજા જુદા જુદા વિસ્તારોમાં આવેલા છે, પણ તંત્ર દ્વારા કોઈ ચોકીદાર કે વ્યવસ્થાપક કે ધ્યાન રાખનાર ના હોય, માર્કેટમાં સડેલા ગંધાતા શાકભાજી ગમે ત્યારે ગમે તે વેપારી માર્કેટના દરવાજા પાસે નાખી દે છે, જેમાં ગંધાતા શાકભાજી ગાયો ખાતી હોય કે તેના પર માખીઓ બણબણતી હોય અને ત્યાં શાક તાજું લઈને રોજ હજારો લોકો નીકળે છે.
આવડી મોટી શાકમાર્કેટ, આવડી મોટી સુપર માર્કેટ, વર્ષો જુની બેંકો હોવા છતાં પણ ક્યાંય જાહેર મૂતરડી ના હોય, પુરુષો ગમે ત્યા ઊભા રહીને લઘુશંકા કરતા નજરે ચડે છે, તો સ્ત્રીઓ ગામડેથી ખરીદી કરવા આવતા લઘુશંકા માટે કંઈ ના હોય, ત્રણ-ચાર સ્ત્રીઓ એક ખૂણામાં આડી ઊભે અને સ્ત્રી જાહેરમાં લઘુશંકા કરે તેવી રોજ સ્થિતિ શરમજનક થાય છે.
અહીં અગાઉ પાલિકાએ કડક વ્યક્તિ મૂકતા તેણે રોજ દંડાત્મક કામગીરી શરૃ કરતા ગંદકી સડેલા શાકભાજી નાખવાનું બંધ થઈ ગયેલું તે હવે બેધડક નાખવા લાગ્યા છે, તો અહીં સી.સી. ટી.વી. પણ નાખવા તથા કડક પગલા ભરવા પણ એટલું જ જરૃરી છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial