Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
મુસાફરોની સુવધાને ધ્યાનમાં રાખીને
રાજકોટ તા. ર૮: પશ્ચિમ રેલવે દ્વારા મુસાફરોની માંગ અને સુવિધાને ધ્યાનમાં રાખીને રાજકોટ અને ભૂજ વચ્ચે ત્રિ-સાપ્તાહિક સ્પેશિયલ ટ્રેન ચલાવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.
જેમાં ટ્રેન નં. ૦૯પ૪પ (રાજકોટ-ભૂજ) સ્પેશિયલ ર૯ જુલાઈ છે, ર૦રપ થી ર૭ સપ્ટમ્બર, ર૦રપ સુધી રાકજોટથી દર મંગળવાર, ગુરૂવાર અને શનિવારે રાત્રે રર-૩૦ વાગ્યે ઉપડશે અને બીજા દિવસે સવારે પાંચ વાગ્યે ભૂજ પહોંચશે. તેવી જ રીતે રિટર્નમાં ટ્રેન નં. ૦૯પ૪૬ ભૂજ-રાજકોટ સ્પેશિયલ ૩૦ જુલાઈ, ર૦રપ થી ર૮ સપ્ટેમ્બ્ર, ર૦રપ સુધી ભૂજથી દર બુધવાર, શુક્રવાર અને રવિવારે રાત્રે ર૩-૧પ વાગ્યે ઉપડશે અને બીજા દિવસે સવારે પ-પ૦ વાગ્યે રાજકોટ પહોંચશે.
આ ટ્રેન માર્ગમાં બન્ને દિશામાં મોરબી, દહિંસરા, માળિયા-મિયાણા, સામખિયાળી, ભચાઉ, ગાંધીધામ, આદિપુર અને અંજાર સ્ટેશનો પર ઊભી રહેશે. આ ટ્રેનમાં એસી ર ટિયર, એસી ૩ ટિયર, સ્લીપર અને સામાન્ય શ્રેણીના કોચ ઉપલબ્ધ રહેશે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial