Advertisement
Author: નોબત સમાચાર

શ્રમિકને વળતર નહીં ચૂકવાતા કારખાનેદારને વહીવટી કસ્ટડીમાં મોકલાયો

પ્રાંત કચેરીના રૂમમાં કસ્ટડીમાં રખાયોઃ આજે જિલ્લા મેજિસ્ટ્રેટ સમક્ષ રજૂ કરાશે

                                                                                                                                                                                                      

જામનગર તા. ૩૦: જામનગર નજીક કનસુમરા ગ્રામ્ય વિતારમાં કામ કરતી વેળાએ શ્રમિકને ઈજા થતા તે શ્રમિકને મંજુર કરવામાં આવેલ વળતર નહીં ચૂકવનાર કારખાનેદારને વહીવટી કસ્ટડીમાં બેસાડી દેવાયા હતાં.

જામનગર નજીકના કમસુમરા ગામ નજીક આવેલ એક કારખાનામાં કામ કરતા સમયે લલબેન રામ સ્વરૂપ યાદવનો હાથ મશીનમાં ફસાઈ જતા તેણીને ગંભીર ઈજા પહોંચી હતી.

આ અંગે શ્રમિક દ્વારા વળતર મેળવવા માટે મજૂર અદાલતમાં કેસ કરવામાં આવતા રૂા. ૧૦ લાખનું વળતરત ચૂકવવા કારખાના સંચાલકને હુકમ કરવામાં આવ્યો હતો.

પરંતુ કારખાનેદાર દ્વારા વળતરની રકમ ચૂકવવામાં નહીં આવતા આ પ્રકરણ હાઈકોર્ટમાં લઈ જવાયું હતું, જ્યાંથી વહીવટી પ્રશાસનને આ કારખાનેદારને કસ્ટડીમાં લેવા આદેશ કરાયો હતો. આથી ગઈકાલે કારખાનેદાર અતુલ મેદપરાને વહીવટી પ્રશાસન દ્વારા કસ્ટડીમાં લેવાયો હતો અને કલેક્ટર કચેરીની પ્રાંત ઓફિસના એક રૂમમાં રાખી દેવાયા પછી એ રૂમના દરાવે તાળુ મારી દેવાયું હતું અને બહાર પોલીસ પહેરો ગોઠવી દેવામાં આવ્યો હતો, જ્યાં આજે કારખાનેદારને કલેક્ટર અને જિલ્લા મેજિસ્ટ્રેટ સમક્ષ રજૂ કરવામાં આવ્યા પછી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવશે.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh