Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
મિથુન સહિત ત્રણ રાશિના જાતકોને અગત્યના કામનો ઉકેલ આવેે. મહત્ત્વના નિર્ણય લઈ શકાય
Aries (મેષ: અ-લ-ઈ)
આપના કામનો ઉકેલ આવવાથી દોડધામ-શ્રમમાં ઘટાડો થતો જાય. ધંધામાં આકસ્મિક ઘરાકી આવી જાય.
શુભ રંગઃ જાંબલી - શુભ અંકઃ ૪-૯
Taurus (વૃષભ: બ-વ-ઉ)
આપે કોર્ટ-કચેરીના કામમાં સાવધાની રાખવી પડે. મોસાળપક્ષે-સાસરીપક્ષે બીમારી-ચિંતાનું આવરણ આવી જાય.
શુભ રંગઃ મરૂન - શુભ અંકઃ ૫-૭
Gemini (મિથુન: ક-છ-ધ)
આપના અગત્યના કામનો ઉકેલ આવવાથી રાહત જણાય. મહત્ત્વના નિર્ણય લઈ શકાય. સરકારી કામ થાય.
શુભ રંગઃ સફેદ - શુભ અંકઃ ૬-૮
Cancer (કર્ક: ડ-હ)
આપને કામકાજમાં સાનુકૂળતા મળી રહે. નાણાકિય રોકાણ-વ્યવહારના કામકાજમાં સરળતા જણાય.
શુભ રંગઃ લીલો - શુભ અંકઃ ૭-૯
Leo (સિંહ: મ-ટ)
ઉપરીવર્ગ-સહકાર્યવર્ગ-નોકર-ચાકર વર્ગનો સાથ-સહકાર મળી રહે. બઢતી-બદલીના કામ થઈ શકે.
શુભ રંગઃ લાલ - શુભ અંકઃ ૫-૮
Virgo (કન્યા: પ-ઠ-ણ)
નોકરી-ધંધે જાવ તો ઘર-પરિવારની ચિંતા જણાય અને ઘરે રહો તો નોકરી-ધંધાની ચિંતા આપને સતાવ્યા કરે.
શુભ રંગઃ ગ્રે - શુભ અંકઃ ૧-૪
Libra (તુલા: ર-ત)
આપની મહેનત-બુદ્ધિ-અનુભવ-આવડતથી આપના કામનો ઉકેલ લાવી શકો. વાણીની મીઠાશથી ફાયદો થાય.
શુભ રંગઃ બ્લુ - શુભ અંકઃ ૩-૬
Scorpio (વૃશ્ચિક: ન-ય)
આપના કામની સાથે બીજું કોઈ કામ આવી જવાથી, અન્ય સહકર્મીનું કામ આવી જવાથી આપનો કાર્યભાર વધે.
શુભ રંગઃ મેંદી - શુભ અંકઃ ૨-૫
Sagittarius (ધન: ભ-ધ-ફ-ઢ)
આપના કામમાં અન્યનો સહકાર મળી રહેતા રાહત જણાય. મહત્ત્વની વ્યક્તિ સાથે મિલન-મુલાકાત લાભદાયી રહે.
શુભ રંગઃ મરૂન - શુભ અંકઃ ૬-૮
Capricorn (મકર: ખ-જ)
દિવસના પ્રારંભથી જ આપને સુસ્તી જેવું લાગ્યા કરે. તબિયતની અસ્વસ્થતાને લીધે કામ કરવાની ઈચ્છા થાય નહીં.
શુભ રંગઃ લીલો - શુભ અંકઃ ૨-૪
Aquarius (કુંભ: ગ-શ-સ)
નોકરી-ધંધાના કામમાં, દેશ-પરદેશના કામમાં, આયાત-નિકાસના કામમાં સાનુકૂળતા રહે. મિલન-મુલાકાત થાય.
શુભ રંગઃ પીળો - શુભ અંકઃ ૫-૭
Pisces (મીન: દ-ચ-ઝ-થ)
આપ આપના કામમાં વ્યસ્ત રહીને દિવસ પસાર કરવાનો પ્રયત્ન કરો. સામાજિક-વ્યાવહારિક કામ અંગે દોડધામ રહે.
શુભ રંગઃ મોરપીંછ - શુભ અંકઃ ૩-૯