Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
ટીએમસી સાંસદનો ચોંકાવનારો આક્ષેપઃ
નવી દિલ્હી તા. ૧૧: ઉપરાષ્ટ્રપતિની ચૂંટણીમાં વિપક્ષી સાંસદોના ક્રોસ વોટીંગ પર વિવાદ ઊભો થયો છે. પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીના ભત્રીજા અને ટીએમસી સાંસદે કહ્યું કે મને ખબર પડી કે ભાજપે દરેક વિપક્ષી સાંસદને ખરીદવા માટે ૧પ-ર૦ કરોડ રૂપિયા ખર્ચ્યા છે.
તે જ સમયે, ભાજપે કહ્યું કે ક્રોસ વોટીંગ વિપક્ષી ગઠબંધનમાં આંતરિક મતભેદો અને તિરાડ દર્શાવે છે. કેન્દ્રિય મંત્રી કિરેન રિજિજુએ કટાક્ષ કરતા કહ્યું કે, આઈએનડીઆઈએ ગઠબંધનના કેટલાક સાંસદોનો આભાર, જેમણે અંતરાત્માનો અવાજ એનડીએ ઉમેદવાર સી.પી. રાધાકૃષ્ણનને મત આપ્યો.
મંગળવારે યોજાયેલા મતદાનમાં ૭૮૮ માંથી ૭૬૭ (૯૮.ર ટકા) સાંસદોએ મતદાન કર્યું. રાધાકૃષ્ણનને ૪પર મત મળ્યા અને સુદર્શન રેડ્ડીને ૩૦૦ મત મળ્યા. ૧પ મત અમાન્ય જાહેર કરવામાં આવ્યા. એનડીએ ઉમેદવાર રાધાકૃષ્ણનને આઈએનડીઆઈએ ઉમેદવાર સુદર્શન રેડ્ડીને ૧પર મતોના માર્જિનથી હરાવ્યા.
ચૂંટણીમાં એનડીએના પક્ષમાં ઓછામાં ઓછા ૧૪ વિપક્ષી સાંસદોએ ક્રોસ વોટીંગ કર્યું હોવાની અટકાળો વછે. વાસ્તવમાં એનડીએ પાસે ૪ર૭ સાંસદો હતાં. વાયએસઆર કોંગ્રેસના ૧૧ સાંસદોએ રાધાકૃષ્ણનને ટેકો આપ્યો હતો. તેમને એકસાથે ઉમેરવાથી ફક્ત ૪૩૮ મત મળે છે, પરંતુ રાધાકૃષ્ણનને ૧૪ વધુ મત એટલે કે ૪પર મત મળ્યા.
આ દરમિયાન તૃણમુલ કોંગ્રેસ સાંસદ અભિષેક બેનર્જીએ ઉપરાષ્ટ્રપતિની ચૂંટણી અંગે મોટો દાવો કર્યો છે. તેમણે કહ્યું છે કે, ચૂંટણીમાં મોટા પાયે મતોની ખરીદી અને વેંચાણ થયું હતું. ગંભીર આરોપો લગાવતા તેમણે દાવો કર્યો હતો કે દરેક મત માટે ૧પ થી ર૦ કરોડ રૂપિયા ખર્ચવામાં આવ્યા હતાં. કોલકાતામાં એક સભા દરમિયાન આપેલા આ નિવેદનથી દેશભરમાં રાજકીય હલચલ મચી ગઈ છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial