Advertisement
Author: નોબત સમાચાર

જામનગરની પ્રણામી એકેડમી સાથે જોડાયેલા ક્રિકેટ ખેલાડીઓ વચ્ચેની ટી-થર્ટી લીગ ક્રિકેટ ટુર્નામેન્ટ યોજાઈ

પૂ. કૃષ્ણમણિજી મહારાજ સહિતના મહાનુભાવોના હસ્તે પુરસ્કૃત કરાયાઃ

                                                                                                                                                                                                      

જામનગર તા. ૧૭: જામનગરની જાણીતી પ્રણામી ક્રિકેટ એકેડેમીના ખેલાડીઓ વચ્ચે દિવાળી વેકેશન દરમ્યાન ટી-૩૦ ટુર્નામેન્ટ યોજાઈ હતી. કુલ પાંચ ટીમો વચ્ચે લીગ સિસ્ટમ થી મેચ રમવામાં આવ્યા હતા. જેમાં તા.૯ નવેમ્બરના ફાઈનલ 'પ્રણામી રેડ અને 'પ્રણામી બ્લુ ' ટીમ વચ્ચે રમાયો હતો.

જે ફાઈનલ મેચ ના આરંભ માં ટોસ ઉછાળવા જાણીતી શિપીંગ કંપની વેલજી પી. એન્ડ શન્સ ના માલિક અશ્વિન સિંધવ ઉપસ્થિત રહૃાા હતા. જ્યારે ઈનામ વિતરણ સમારોહ માં ખિજડા મંદીર ના મહંત શ્રી કૃષ્ણમણીજી મહારાજ ઉપસ્થિત રહૃાા હતા. તેઓની નિશ્રામાં ઇનામ વિતરણ સમારોહ યોજાયો હતો. તેઓની સાથે  જામનગર રાજવી પરિવાર ના શ્રી નિતાકુમારીબા જાડેજા, તાજેતર માં જેમની બીસીસીઆઈની એપેક્ષ બોડી માં વરણી થઈ છે,તે ભુતપૂર્વ રણજી ટ્રોફી ખેલાડી નરેન્દ્ર જાડેજા , અન્ય ભૂતપૂર્વ રણજી ટ્રોફી ખેલાડી કશ્યપ મહેતા, પ્રણામી ગ્લોબલ સ્કુલ ના કેમ્પસ ડાયરેક્ટર શ્રી તનેજા  વગેરે પણ જોડાયા હતા.

સમગ્ર ટુર્નામેન્ટ માં કુલ બાર મેચ રમાયા હતા. દરેક મેચ ના મેન ઑફ ધ મેચ ના ઈનામો આપવામાં આવ્યા હતા. ફાઈનલ ખુબ જ રસપ્રદ થયો હતો, અને છેલ્લી ઓવર માં પ્રણામી બ્લુ ટીમ નો વિજય થયો હતો. અને તેઓ ચેમ્પિયન બન્યા હતા. જ્યારે પ્રણામી રેડ ટીમ રનર્સ અપ બની હયી.

પુજય શ્રી કૃષ્ણમણીજી મહારાજ ના હસ્તે ચેમ્પિયન્સ ટ્રોફી  પ્રણામી બ્લુ ના કેપ્ટન રણજીત બારૈયા અને રનર્સ અપ ટ્રોફી પ્રણામી રેડ ના કેપ્ટન વિરાટ આંબલીયા ને આપવામાં આવી.

ફાઈનલ મેચ ના મેન ઓફ ધ મેચ  ધૈર્ય કટારમલ બન્યા હતા. ટુર્નામેન્ટ ના બેસ્ટ બેટ્સમેન મનન જોશી બન્યા હતા. બેસ્ટ બોલર તરીકે પરીન કણજારીયા બન્યા હતા. આ ટુર્નામેન્ટમાં સદી ફટકારનાર એક માત્ર ક્રિકેટર વિરાટ આંબલીયા ' પ્લેયર ઓફ ધ સિરીઝ બન્યા હતા.

 આ પ્રસંગે પુજ્ય શ્રી કૃષ્ણમણીજી મહારાજે પોતાના વક્તવ્ય માં વિજેતાઓ ને બિરદાવ્યા અને આશીર્વચન પાઠવ્યા હતા, અને આ આયોજન બદલ એકેડેમી ના કોચ શ્રીનરેન્દ્ર રાયઠઠ્ઠા, જયપાલસિંહ જાડેજા તેમજ પંકજ વાણીયા ને અભિનંદન પાઠવ્યા હતા.

સમગ્ર ટુર્નામેન્ટ માં અમ્પાયર તરીકે મીલનભાઈ અકબરી અને જયેશભાઈ જેઠવા એ સેવા આપેલી હતી. કાર્યક્રમના અંતે કુ. હીરવા રાયઠઠ્ઠા એ આભારવિધી કરી હતી. કાર્યક્રમ વખતે બહોળી સંખ્યા માં વાલીગણ અને એકેડેમી ના જુનીયર અને સિનિયર ખેલાડીઓએ હાજર રહી એકેડેમીના તમામ ક્રિકેટ ખેલાડીઓને પ્રોત્સાહિત કર્યા હતા.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh