Advertisement
Author: નોબત સમાચાર

વિશ્વાત્મા ચાઈલ્ડ એન્ડ વુમન ડેવલપમેન્ટ કાઉન્સિલ દ્વારા આત્મહત્યા વિરૂદ્ધ જાગૃતિ અભિયાન

                                                                                                                                                                                                      

જામનગર તા. ૧૦: જામનગરની વિશ્વાત્મા ચાઈલ્ડ એન્ડ વુમન ડેવલપમેન્ટ કાઉન્સિલના પ્રમુખ કિરણબેન ચંદારાણા તથા મંત્રી વૈશાલીબેન રાયઠઠ્ઠાની રાહબરી હેઠળ દર વર્ષની જેમ આ વર્ષે પણ બોર્ડની ધો. ૧૦-૧ર ની પરીક્ષા સંદર્ભમાં આત્મહત્યા વિરૂદ્ધ જાગૃતિ અભિયાન હાથ ધરવામાં આવ્યું છે.

આજથી ૧૦ અને ૧ર ની બોર્ડની પરીક્ષાના સેન્ટરો પર સંસ્થા દ્વારા આત્મહત્યા વિરૂદ્ધ જાગૃતિના ૫ોસ્ટરો ચિપકાવી જાગૃતિનો પ્રારંભ કરવામાં આવ્યો છે. કોઈપણ પરીક્ષાર્થી ચાલુ પરીક્ષાએ હતાશા કે મુંઝવણ અનુભવે તો તાત્કાલિક હેલ્પલાઈન નંબર ૯૯રપપ ૦૧૩૯૪ ઉપર સંપર્ક કરી શકે છે. આ કાર્ય માટે ર૪/૭ ઉપલબ્ધ રહી વિદ્યાર્થીઓને કાઉન્સિલીંગ દ્વારા દુરસ્ત કરવામાં આવશે.

આ અભિયાન અંતર્ગત ભવન્સ એ.કે. દોશી વિદ્યાલયમાં પ્રિન્સિપાલ ધર્મેશ વિછી, જી.એસ. મહેતા ગર્લ્સ સ્કૂલમાં પ્રિન્સિપાલ હીનાબેન તન્ના શિક્ષિકા વનીતાબેન સાવલિયા, જેકુરબેન સોની કન્યા વિદ્યાલયમાં રાજેશભાઈ ચૌહાણ તથા પ્રણામી સ્કૂલમાં પરીક્ષા કેન્દ્ર બહાર બેનરો અને પોસ્ટરો લગાડવામાં આવ્યા હતાં.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh