Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
વેપારીઓ-ખેડૂતો-પશુપાલકોને ખોટા વ્યાજચક્રથી બચાવવા લોનના વ્યાજદર ત્રણ સુધી ઘટાડાયા
જામનગર તા. ૨૮: જામનગર જિલ્લા બેંકના ચેરમેન જીતુભાઈ લાલના અધ્યક્ષ સ્થાને ધી જામનગર ડિસ્ટ્રીકટ કો-ઓપરેટીવ બેંક લિ. ની વર્ષ ૨૦૨૫ની ૬૬મી વાર્ષિક સાધારણ સભા સંપન્ન થઈ હતી, જેમાં ઉપસ્થિત મહાનુભાવોએ બેન્કની વિકાસયાત્રા વર્ણવી હતી.
ધી જામનગર ડિસ્ટ્રીકટ કો-ઓપરેટીવ બેંક લિ. ની વર્ષ ૨૦૨૫ ની ૬૬ મી વાર્ષિક સાધારણ સભા બેંકના ચેરમેન જીતુભાઈ લાલના અધ્યક્ષ સ્થાને ગત તા.૨૯-૦૬-૨૦૨૫ રવિવારના જામનગરના ઓશવાળ સેન્ટ૨ના બેન્કવેટ હોલમાં બોલાવવામાં આવી હતી. આ વાર્ષિક સાધારણ સભા ગુજરાત રાજયના સહકારી કાયદા તથા મઘ્યસ્થ સરકારના બેંકીગના નિયમ ધોરણના કાયદાના પ્રબંધો અનુસાર રાખવામાં આવેલ હતી. બેંકના ચેરમેન જીતેન્દ્રભાઈ એચ. લાલ (જીતુભાઈ લાલ) ની અનુમતીથી બેંકના ઈન્ચાર્જ જનરલ મેનેજર અને ચીફ એક્ઝિકયુટીવ ઓફીસર અલ્પેશભાઈ મોલિયા દ્વારા આ સાધારણ સભાની કાર્યવાહી સભાના એજન્ડા પ્રમાણે હાથ ધરવામાં આવી હતી.
સભાના એજન્ડા પ્રમાણે બેંકની બોર્ડ મિટિંગમાં બેંકની આખા વર્ષની કામગીરી અંતર્ગત સહકારી કાયદા પ્રમાણેના કરવાના થતાં જરૂરી અને અગત્યના ઠરાવોનું સાધારણ સભાના સભ્યોનું અનુમોદન અને બહાલી લેવા માટે વાચન કરવામાં આવેલ અને તમામ ઠરાવને સર્વાનુમતે બહાલી આપી હતી.
આ ૬૬ મી વાર્ષિક સાધારણ સભામાં બેંકના ડાયરેકટર અને રાજય સરકારના કેબીનેટ મંત્રીઓ રાઘવજીભાઈ પટેલ અને મૂળુભાઈ બેરા તથા બેંકના ડાયરેકટર અને ધારાસભ્ય હેમંતભાઈ ખવાનું સ્વાગત બેંકના ચેરમેન જીતેન્દ્રભાઈ એચ. લાલ (જીતુભાઈ લાલ) દ્વારા ફૂલહાર, હાલારી પાઘડી પહેરાવી મોમેન્ટોથી સ્વાગત કરવામાં આવેલ. બેંકના વાઈસ ચેરમેન બળદેવસિંહ પી. જાડેજા તથા ડાયરેકટરશ્રીઓ જીવણભાઈ કુંભરવડીયા, પ્રવિણસિંહ ઝાલા, મેરગભાઈ ચાવડા, લુણાભા સુમણીયા, રાજેશભાઈ વાદી તથા પ્રોફેશનલ ડીરેકટર જીગરભાઈ આર. કુંડલીયા, હસમુખભાઈ એમ. મોલીયા તથા જયંતિભાઈ ડી. નકુમ અને પૂર્વ ચેરમેનો, પૂર્વ ડાયરેકટરો, ગુજકોમાસોલના ડાયરેકટરો, જિલ્લા સંઘના ચેરમેન, તાલુકા સંઘોના ચેરમેનો, દૂધ સહકારી મંડળીઓના ચે૨મેનોનું સ્વાગત બેંકના ઓફિસર્સ દ્વા૨ા ક૨વામાં આવ્યું હતું.
બેંકના ઈન્ચાર્જ જનરલ મેનેજર અને ચીફ એક્ઝિક્યુટીવ ઓફિસર અલ્પેશભાઈ મોલિયા દ્વારા સ્વાગત પ્રવચન પછી બેંકના ડાયરેકટર અને ગુજરાત સરકારના કેબીનેટ મંત્રી રાઘવજીભાઈ પટેલે તેમના ઉદ્દબોધનમાં જણાવ્યું હતું કે, વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી અને સહકાર વિભાગના કેન્દ્રીય મંત્રી અમિતભાઈ શાહના સહકાર થી સમૃદ્ધિના સુત્રને સાર્થક ક૨વા આપણી બેંકના પ્રયાસો રહેશે. સહકાર ક્ષેત્રથી દેશના ખેડૂત, મંડળીઓ, દૂધ મંડળીઓ, સદ્ધર બને તેવા પરીશ્રમ આપણે કરવાના છે.
તે પછી બેંકના ડાયરેકટર અને ગુજરાત સરકારના કેબીનેટ મંત્રી મૂળુભાઈ બેરાએ તેમના ઉદ્દબોધનમાં જણાવેલ કે જામનગર ડિસ્ટ્રીકટ બેંકની કામગીરીઓ ખુબ જ બિરદાવવા લાયક છે. આપણી બેંકના ખેડૂતો, મંડળીઓ, દૂધ સહકારી મંડળીઓ, પશુપાલકોને તમામ સુવિધા આપણી બેંક દ્વારા પૂરી પાડવામાં આવેલ છે તે સેવાઓ અવિરત આગળ વધે તેવી શુભેચ્છા પાઠવુ છું.
જામનગર ડીસ્ટ્રીકટ કો-ઓપરેટીવ બેંકના ચેરમેન જીતુભાઈ લાલે આ વાર્ષિક સાધારણ સભાના બેંક સભ્યો જોગ બેંકને વર્ષ ૨૦૨૪-૨૦૨૫ની વહીવટી અને નાણાકીય કામગીરીઓ તેમજ આગામી વર્ષોમાં વિકાસ અને પ્રગતિ અંગે જાણકારી આપતા જણાવ્યું હતું કે, જયારથી મેં બેંકનુ સુકાન સંભાળ્યું છે ત્યારથી લઈ આજદિન સુધીમાં રૂ. ૨૪૭.૦૦ કરોડની ડિપોઝીટનો વધારો કરેલ છે તેમજ નવા ૨૦,૦૦૦ જેટલા એકાઉન્ટ ખોલ્યા જેનાથી સીએએસએ ડિપોઝીટ એટલે કે કુલ ડીપોઝીટની ૬૬ ટકા ડિપોઝીટ લો-કોસ્ટ છે.
બેંક દ્વારા ૪૦૦ માઈક્રો એટીએમની જુદા-જુદા ગામોની મંડળીઓ / દુધ મંડળીઓને આપવાનું કામ પૂર્ણતાને આરે છે જે બેંકની લગભગ ફેસેલીટીઓ પુરી પાડે છે અને માઈક્રો એટીએમ ચલાવનારને હાયેસ્ટ કમિશન પણ આપવામાં આવે છે.
બેંક તરફથી તમામ માઈક્રો એટીએમના સ્થળે તથા બેંકની તમામ શાખાઓમાં સમયસર કેશ પહોંચાડવા માટે હિટાચી કંપની સાથે કરાર કરવામાં આવેલ છે.
બેંક દ્વારા આધુનિકતાના લાભ સ્વરૂપે મોબાઈલ બેંકીગ એપ શરૂ કરવામાં આવી છે જેમાં ઘર બેઠા બેંકીંગ વ્યવહારો કરી શકે છે અને ટૂંક સમયમાં જ નેટ બેંકીંગ, યુપીઆઈ સર્વીસ પણ ચાલુ કરવામાં આવશે તેમજ બેંક મારફત ભારતીય બીલોનું પેમેન્ટ થઈ શકે તે માટે ભા૨તીય બીલ પેમેન્ટ સર્વિસ ચાલુ કરવામાં આવી છે.
તેમણે કહ્યું કે, ખાસ અગત્યનું જણાવવાનું કે સૌ સભાસદો, ખેડૂતો, વ્યાપારીઓ, પશુપાલકો ખોટા વ્યાજના ચકકરમાં ફસાઈ ન જાય અને મસમોટા વ્યાજના દેવા હેઠળ દબાઈ ન જાય તે માટે અમે બેંકના તમામ લોનના વ્યાજ દર ૨.૫૦ થી ૩.૦૦ ટકા ઘટાડવામાં આવ્યા છે.
તે પછી વાર્ષિક સાધારણ સભામાં જામનગર ડિસ્ટ્રીકટ કો-ઓપરેટીવ બેંકના પાયલોટ પ્રોજેકટ અંતર્ગત ખૂબ સારી કામગીરી કરવા બદલ ૧૦ નોડલ ઓફિસરોનું અને પાયલોટ પ્રોજેકટ અને પેકસ કોમ્પ્યુટરાઈઝેશનની ખૂબ જ સારી કામગીરી કરવા બદલ બેંક દ્વારા નિમણૂક પામેલ ૧૧ સહાયક કર્મચારીઓનું તથા બેંકની શાખા ભાડથર અને કાનાલુસ જે ખોટમાં હતી જેને સુંદર કામગીરી કરી નફામાં લઈ આવવા બદલ બન્ને શાખાના મેનેજરો અને કર્મચારીઓનું સન્માન બેંકના ચેરમેન જીતુભાઈ લાલના હસ્તે કરવામાં આવેલ હતું અને બેંકના સભાસદોને ભેટ આપવામાં આવેલ હતી. આભાર દર્શન બેંકના સીઈઓ/જનરલ મેનેજર અલ્પેશ મોલિયાએ કર્યું હતું.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial