Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
રાજીનામંુ આપી દેવાથી જવાબદારીનો અંત આવતો નથીઃ
જામનગર તા. ૨૧: જામનગરના એક આસામીએ વર્ષાે પહેલાં મુંબઈ તથા વાપીમાં કામ કરતી એક પેઢીના ભાગીદાર પાસેથી બાકી રકમ વસૂલવા કરેલા સમરી સ્યુટ દાવામાં રૂ।.૮૦ લાખ જેટલી રકમ ચૂકવવાનો હુકમ થયો હતો. તે રકમ માટે અપાયેલા ચેકમાંથી ત્રણ ચેક પરત ફર્યાની છ વર્ષ પહેલાં ફરિયાદ કરાઈ હતી. ચાલુ ટ્રાયલે આ પેઢીના અન્ય એકને આરોપી તરીકે જોડવા ફરિયાદીએ કરેલી અરજી ગ્રાહ્ય રાખી અદાલતે અન્ય આસામીને પણ આરોપી તરીકે જોડી દેવા આદેશ કર્યાે છે.
જામનગરમાં સિદ્ધિ વિનાયક રાઈટીંગ નામની બોલપેન તથા રીફીલ બનાવવાની પેઢી ચલાવતા ધીરૂભા પ્રતાપસિંહ જાડેજા થોડા વર્ષ પહેલાં મુંબઈમાં ઓફિસ અને વાપીમાં પ્રોડક્શન હાઉસ ધરાવતી માર્મિક ઈન્ડસ્ટ્રીઝના ભાગીદાર ધીરેન ગાલાના સંપર્કમાં આવ્યા પછી તેઓએ રૂ।.૬૦ લાખથી વધુની રકમ લેવાની બાકી હતી.
આ માટે જામનગરની દીવાની કોર્ટમાં સમરી સ્યુટ કરવામાં આવતા અદાલતે બાકી રકમ વ્યાજ સાથે અંદાજે રૂ।.૮૦ લાખ ચૂકવી આપવા માર્મિક ઈન્ડસ્ટ્રીઝને આદેશ કર્યાે હતો. તે રકમ માટે ધીરેન ગાલાએ પાંચ ચેક આપ્યા હતા. જેમાંથી ત્રણ ચેક પરત ફરતા છ વર્ષ પહેલાં કોર્ટમાં તેની ત્રણ ફરિયાદ કરવામાં આવી હતી. તે દરમિયાન આ પેઢીમાં અગાઉ મુકેશ હંસરાજભાઈ કારીયા પણ વહીવટ સંભાળતા હોવાનું ફરિયાદી ધીરૂભાના ધ્યાનમાં આવતા તેઓએ ચાલુ ટ્રાયલે મુકેશ હંસરાજભાઈને પણ આરોપી તરીકે જોડવાની માગણી કરી હતી. તેની સામે હાજર થયેલા મુકેશ કારીયાએ આ પેઢીમાંથી પોતે છૂટા થઈ ગયા છે તેવી દલીલ કરી હતી. તેની સામે ફરિયાદીના વકીલે ભાગીદારી પેઢીના તમામ ભાગીદારને અલગ અલગ નોટીસ આપવી જરૂરી નથી અને રાજીનામું આપવાથી ભાગીદાર તરીકેની જવાબદારી પૂર્ણ થતી નથી તેવી દલીલ કરતા અદાલતે મુકેશ હંસરાજભાઈને ટ્રાયલમાં આરોપી તરીકે જોડવા આદેશ કર્યાે છે. ફરિયાદી તરફથી વકીલ અનિલ મહેતા, અર્જુનસિંહ સોઢા, વિવેક જાની, ભરત વસરા, પાયલ રાઠોડ, દેવીબેન ચાવડા રોકાયા છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial