Advertisement
Author: નોબત સમાચાર

ધુંવાવ, ફલ્લા, ધ્રોલ, જોડિયા, કાલાવડમાં પોલીસ દ્વારા બુટલેગર, અસામાજિક તત્ત્વોના રહેણાંક મકાનોમાં ચકાસણી

વીજ કંપનીની ટૂકડીને સાથે રાખી વીજ ચેકીંગ પણ કરાવાયું:

                                                                                                                                                                                                      

જામનગર-રાજકોટ ધોરીમાર્ગ પર આવેલા ધુંવાવ ગામ સહિત હાપા તેમજ ફલ્લા અને પંચકોશી એ ડિવિઝન પોલીસ સ્ટેશન હેઠળના ઉપરોક્ત વિસ્તારો ઉપરાંત કાલાવડ શહેર, કાલાવડ ગ્રામ્ય તથા ધ્રોલ અને જોડિયા પોલીસ સ્ટેશનના સ્ટાફ દ્વારા ગઈકાલે ગ્રામ્ય ડીવાયએસપી મીત રૂદલાલની સૂચનાથી સર્ચ કાર્યવાહી શરૂ કરવામાં આવી હતી. કાયદો તથા વ્યવસ્થાની પરિસ્થિતિની જાળવણીના ભાગરૂપે ઉપરોક્ત પાંચ પોલીસ સ્ટેશન હેઠળના વિસ્તારોમાં વસવાટ કરતા લીસ્ટેડ બુટલેગર, ટપોરીઓને ત્યાં ચકાસણી કરવા ઉપરાંત પોલીસે વીજ કંપનીની ચેકીંગ ટીમને સાથે રાખી આ શખ્સોના રહેણાંક મકાનોમાં પણ વીજળી અંગે ચકાસણી કરાવી હતી. ઉપરોક્ત સ્થળોએથી કેટલોક દેશી દારૂ કબજે કરાયો હતો. આ કાર્યવાહીમાં પંચકોશી એ ડિવિઝનના પીઆઈ એમ.એન. શેખ તેમજ સ્ટાફના નિર્મળસિંહ, એસ.જી. જાડેજા સહિતનો સ્ટાફ અને અન્ય ચાર પોલીસ મથકના પીઆઈ તથા સ્ટાફ સાથે રહ્યા હતા.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh