Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
એક આરોપીએ હાઈકોર્ટમાં કરી હતી અરજીઃ
જામનગર તા. ૯: જામનગરના વસઈ ગામમાં આવેલી મૂળ જામનગરના અને હાલમાં યુ.કે.માં રહેતા આસામીની ખેતીની જમીનનો બોગસ દસ્તાવેજ બનાવી અન્યના નામે તે જગ્યા ચઢાવી દેવાયાની પોલીસમાં ફરિયાદ થયા પછી આરોપીઓની ધરપકડ કરાઈ હતી. તેમાંથી એક આરોપીએ જામીનમુક્ત થવા હાઈકોર્ટમાં કરેલી અરજી મંજૂર કરાઈ છે.
જામનગરના વતની અને હાલમાં યુકેમાં રહેતા અમિત દામજીભાઈ શાહ નામના આસામીની વસઈ ગામમાં ખેતીની જમીન આવેલી છે તે જમીન અંગે ખોટો દસ્તાવેજ બનાવી સબ રજીસ્ટ્રાર કચેરીમાં રજૂ કરાવી તે જમીન રેવન્યુ રેકર્ડ પર ભગવાનજી ગોરી નામના આસામીના નામે ચઢાવી દેવાઈ હતી.
આ બાબતની અમિતભાઈને જાણ થતાં તેઓએ ભારત દોડી આવી સિક્કા પોલીસ મથકમાં ભગવાનજી ઉર્ફે ભૂપત હંસરાજભાઈ ગોરી વગેરે સામે ફરિયાદ નોંધાવી હતી. પોલીસે તપાસ દરમિયાન વિનોદ પ્રેમજીભાઈ જૈન વણિકની ધરપકડ કરી હતી. ઉપરોક્ત આરોપીએ જામીનમુક્ત થવા રાજ્યની વડી અદાલતમાં અરજી કરતા અદાલતે તેને રૂ।.રપ હજારના જામીન પર મુક્ત કરવાનો હુકમ કર્યાે છે. આરોપી તરફથી વકીલ રણમલ કાંબરીયા, પ્રેમલ રાચ્છ, અભિષેક નંદા, રવિ કરમુર, હિતેશ ગાગીયા રોકાયા છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial