Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
શ્રી જલારામ સેવા સમિતિ-દ્વારકા તથા
દ્વારકા તા. ર૮: દ્વારકામાં આવતીકાલે સંત શિરોમણી પૂજ્ય જલારામ બાપાની રર૬ મી જન્મ જયંતીની ભવ્ય ઉજવણી કરાશે.
દ્વારકામાં આગામી તા. ર૯-૧૦-ર૦રપ ને બુધવારના શ્રી જલારામ સેવા સમિતિ દ્વારકા તેમજ સમસ્ત રઘુવંશી પરિવાર દ્વારા પૂજ્ય શ્રી જલારામ બાપની રર૬ મી જન્મ જયંતીની ભવ્ય ઉજવણી કરાશે. દ્વારકાના જલારામ મંદિરે આવતીકાલે સવારે ૯ કલાકે અભિષેક પૂજા, સવારે ૧૦ કલાકે ધ્વજાજીનું પૂજન, સાંજે ૪-૩૦ કલાકે મહાઆરતી, સાંજે ૪-૩૦ થી ૭-૩૦ સુધી અન્નકૂટ દર્શન, સાંજે ૪-૩૦ કલાકે બપોરની ધ્વજાજીનું પૂજન કરાશે. સાંજે પ કલાકે ભવ્ય શોભાયાત્રા દ્વારકા પ્રેમભિક્ષુજી મહારાજ પ્રેરિત હરિનામ સંકીર્તન મંદિર (રામધૂન) થી પ્રસ્થાન કરશે, જે દ્વારકાના વિવિધ રાજમાર્ગો પર ફરી ભથાણ ચોકમાં પૂર્ણ થશે.
ગુગળી બ્રાહ્મણ બ્રહ્મપુરી નં. ૧ મા સાંજે ૭ થી ૧૦ સુધી સમસ્ત લોહાણા સમાજ માટે સમૂહ મહાપ્રસાદી (નાત) નું આયોજન કરવામાં આવેલ છે. આ સાથે બ્રહ્મપુરીમાં સાંજે ૭ થી રાત્રે નવ વાગ્યા સુધી રક્તદાન કેમ્પનું આયોજન પણ કરેલ છે. આ સમગ્ર કાર્યક્રમમાં ઉપસ્થિત રહેવા આયોજકો દ્વારા શહેરના રઘુવંશી પરિવારોને હાર્દિક નિમંત્રણ પાઠવવામાં આવેલ છે. આ કાર્યક્રમને સફળ બનાવવા રઘુવંશી પરિવારના સભ્યો જહેમત ઊઠાવી રહ્યા છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial